- NEET PG 2021ની કાઉન્સિલિંગની તારીખ લંબાવાના કારણે સ્ટ્રાઇક કરવામાં આવી
- આજથી OPD સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી
- હડતાળમાં ભારતના લાખો ડૉક્ટરો પણ જોડાશે
સુરત; સુરત સિમ્મેર હોસ્પિટલના રેસીડેન્સ ડૉક્ટરો(Resident Doctors) દ્વારા આજે સ્ટ્રાઇક કરવામાં(doctors went on strike) આવી છે. આ હડતાળ પાછળનું મુખ્ય કારણ એવું જાણવા મળ્યું છે કે, NEET PG 2021નાં કાઉન્સિલિંગમાં વારંવાર તારીખ લંબાવવામાં(Date of counseling of NEET PG 2021) આવી રહી છે. જુનિયર ડોક્ટર ફાળવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરંતુ કાઉન્સિલિંગના કારણે જે નવી બેચ આવી જોઈએ તે આવતી નથી.
સુરતમાં સિમ્મેર હોસ્પિટલના ડૉક્ટરો NEET PG 2021ની કાઉન્સિલિંગની તારીખ લંબાવાના કારણે સ્ટ્રાઇક ઉપર ઉતર્યા લાખો ડૉક્ટરો સ્ટ્રાઇક ઉપર ઉતર્યા
ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ સુરતનાં ડૉક્ટરો જેવી રીતે હડતાળ પર ઉતર્યા છે, એવી રીતે ભારતનાં પણ લાખો ડૉક્ટરો સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે. કારણકે જે NEET PGની કાઉન્સિલિંગ તારીખમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને તેને લંબાવામાં આવી રહી છે. આ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવ્યું હતું કે, આગળની સુનાવણી જાન્યુઆરીમાં કરવામાં આવશે. હાલ હોસ્પિટલમાં બે જ બેચ કાર્યરત છે જેના કારણે ખૂબ જ વર્કલોડ છે. તેમજ ડૉક્ટરો દ્વારા શનિવારે પણ એક શાંતિ પૂર્ણ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને જેમાં હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આજથી OPD સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. સિમ્મેર હોસ્પિટલ માંથી 100 થી 150 જેટલા ડૉક્ટરો આ હડતાળમાં જોડાયા છે તેમજ કોલેજના રેસીડન્સ અને ઇન્ડિયાના બધા રેસીડન્સ ડોક્ટરો પણ જોડાયા છે.
આ પણ વાંચો :વલસાડમાં આરોગ્ય વિભાગની સફળ કામગીરી, મલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં થયો ઘટાડો
આ પણ વાંચો : કોરોના મહામારી વચ્ચે રાજકોટમાંથી નકલી ડોક્ટર ઝડપાયો