- કોરોના ફેઝ 2માં સંક્રમણ ઘાતક બનતા ડૉક્ટરો દર્દીઓના જીવ બચાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે
- સુરતના સિનિયર ડૉક્ટર પોતાના દર્દીઓને એક ખાસ દવા આપી રહ્યા છે
- ડૉક્ટરો મીથીલીન બ્લુને રામબાણ ઈલાજ હોવાનો દાવો કરી રહ્યા છે
સુરત : કોરોના ફેઝ 2માં જે રીતે સંક્રમણ ઘાતક બન્યું છે. તેને ધ્યાનમાં રાખી ડૉક્ટરો દર્દીઓના જીવ બચાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં જ્યારે સંક્રમણ વધ્યું, ત્યારે હવે સુરતના સિનિયર ડૉક્ટર પોતાના દર્દીઓને એક ખાસ દવા આપી રહ્યા છે. આ દવાની ખાસિયતએ છે કે, કોરોના દર્દીને આ દવાથી ઓક્સિજન લેવલ વધે છે અને બીજી બાજુ જેને કોરોના નથી. તેમને પણ આ દવા પ્રિવેનશન રૂપે કામ કરે છે. ગુજરાતના અનેક ડૉક્ટરો મીથીલીન બ્લુને રામબાણ ઈલાજ હોવાનો દાવો કરી રહ્યા છે.
કોરોના ફેઝ 2માં ગુજરાત અને મહારાષ્ટ્રના ડૉક્ટરોએ લોકોને મીથીલીન બ્લુ લેવાની સલાહ આપી ભાવનગરના ડૉક્ટરે પ્રથમવાર આ દવાને કોરોના માટે ખૂબ જ ઉપયોગી જણાવ્યું હતું
આ દવા 144 વર્ષ જૂની છે, જેની અસર અનેક રોગો ઉપર જોવા મળી રહી છે. ગુજરાત ભાવનગરના ડૉક્ટર દિપક ગોળવાળકર પ્રથમવાર આ દવાને કોરોના માટે ખૂબ જ ઉપયોગી જણાવ્યું હતું. હવે સુરતના ડૉક્ટરો પણ આ દવાને કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ અગત્યની ગણાવી રહ્યા છે અને હાલ જે પણ દર્દીઓ તેમની પાસે આવે છે, તેમને આ દવા લેવાનું જણાવી રહ્યા છે.
આ પણ વાંચો :સુરતમાં રોજ 250 ટન ઑક્સિજનની જરૂરિયાત, જામનગરથી મંગાવાય છે વધુ 16 ટન
મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે
સુરતમાં સિનિયર ડૉ. હેમંત પટેલ અને ગુજરાત IMAના પૂર્વ પ્રમુખ ડૉ. ચંદ્રેશ જરદોશ સહિત ડૉક્ટરોની ટીમ હાલ સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોને આ દવા લેવા માટે અપીલ કરી રહ્યા છે. આ અંગે ડૉક્ટર ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું કે, હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ દવા આપવા માટેની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે. જેને કોરોના થયો હોય અથવા જે સામાન્ય હોય તેમને અમે આ દવા લેવા માટે અપીલ કરી રહ્યા છે. આ ખૂબ જ સસ્તી દવા છે માટે ઓછા રૂપિયામાં લોકો આ દવાનો ઉપયોગ મોઢાથી કરી શકે છે. વર્ષો જૂની આ દવાને WHOએ સુરક્ષિત દવાઓની શ્રેણીમાં મૂકી છે. એટલું જ નહીં અનેક જગ્યાએ આ દવાનું ફર્સ્ટ ટ્રાયલ પણ થઈ ગયું છે. મોઢામાં માત્ર 1 મિનિટ સુધી દવા રાખી ગળી જાવની હોય છે.
આ પણ વાંચો :સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીએ ગીત ગાઈને અન્ય દર્દીનો જુસ્સો વધાર્યો
બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે
ડૉક્ટર હેમંત પટેલે જણાવ્યું હતું કે, આ દવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. અમે માત્ર કિડનીના રોગથી પીડાતા લોકોને આ દવા લેવા માટે મનાઈ કરીએ છે. આ દવાને બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે. બાર વર્ષથી ઉપરના લોકો આ દવા દિવસમાં એક વાર લેવાની રહે છે. આ દવાથી કોઈપણને ગંભીર સાઇડ ઇફેક્ટ થતું નથી અને સૌથી અગત્યની વાત છે, જ્યારે લોકો કોરોના વેક્સિન લે ત્યારે તેના એક દિવસ પહેલા અને લીધાના ચાર દિવસ બાદ જ આ દવાનો ઉપયોગ કરવાનો રહે છે. કારણ કે આ દવા વાઈરસને મારવાનું કામ કરતી હોય છે અને વેક્સિન થકી વાઈરસ વ્યક્તિના શરીરમાં જાય છે. જેથી વેક્સિનેશનના સમયે આ દવા અમે લોકોને લેવાની ના પાડી છે. આ દવા મોઢામાં એક મિનિટ રાખવામાં આવે છે.