ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સે યોગગુરુ રામદેવના નિવેદનનો વિરોધ કર્યો

તાજેતરમાં જ યોગગુરુ રામદેવ દ્વારા એલોપેથી દવાના કારણે દર્દીઓના મોત થતા હોવાના નિવેદન મામલે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી યોગગુરુ રામદેવનો વિરોધ કર્યો હતો.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સે યોગગુરુ રામદેવના નિવેદનનો વિરોધ કર્યો
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સે યોગગુરુ રામદેવના નિવેદનનો વિરોધ કર્યો

By

Published : Jun 2, 2021, 3:13 PM IST

  • સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો વિરોધ
  • ડોક્ટર્સે યોગગુરુ રામદેવના નિવેદનનો વિરોધ કર્યો
  • એલોપેથી દવાના કારણે દર્દીઓના મોત થઈ રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું યોગગુરુ રામદેવે

સુરતઃ તાજેતરમાં જ યોગગુરુ રામદેવે એલોપેથીના કારણે લોકોના મોત થયાનું નિવેદન આપ્યું હતું, જેનો દેશભરમાં ડોક્ટર્સે વિરોધ કર્યો હતો. હવે આ વિરોધનો રેલો સુરત પહોંચ્યો હતો. અહીં નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે કાળી પટ્ટી બાંધી યોગગુરુ રામદેવનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃબાબા રામદેવ વિરુદ્ધ ડોકટર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમાં FIR કરાઈ

યોગગુરુ રામદેવ માફી માગે તેવી ડોક્ટર્સની માગ

નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે વિરોધ કર્યો હતો. આ સાથે જ ડોક્ટર્સે માગ કરી હતી કે યોગગુરુ રામદેવ પોતાની વિવાદિત ટિપ્પણી માટે લેખિતમાં માફી માગે.


આ પણ વાંચોઃ"મારી ધરપકડ કરી શકે, તેવી કોઈના બાપમાં તાકાત નથી" - બાબા રામદેવ( Baba Ramdev )

યોગગુરુ રામદેવનું નિવેદન ખોટું છે

હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા રહેલા ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, યોગગુરુ રામદેવ દ્વારા આપવામાં આવેલા એલોપેથી અને ડોકટરોના મૃત્યુ બાબતે નિવેદનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રામદેવ પોતાનું નિવેદન પરત લે તેવી અમારી માગ છે.

ABOUT THE AUTHOR

...view details