ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના દર્દીઓ માટે ડોકટરોએ અનોખી સાઈકોસોશિયલ હેલ્થ ક્યોર ટ્રીટમેન્ટ અપનાવી - સ્મીમેર

સુરતની સ્મિમેર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને પરિવારજનો માટે ડોક્ટરોની ટીમ દ્વારા પહેલીવાર માસ કોલિંગનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ડોકટરોની ટીમે દર્દીઓના પરિવારજનો સાથે રોજ એક વાર વિડીયો કોલિંગથી વાતચીત કરાવવા અનોખી સાઈકોસોશિયલ હેલ્થ ક્યોર ટ્રીટમેન્ટ અપનાવી છે, જેમાં દર્દીઓને હકારાત્મક વાતાવરણ પૂરૂં પાડી માનસિક રીતે મજબૂત બનાવવામાં આવે છે.

કોરોનાના દર્દીઓ માટે ડોકટરોએ અનોખી સાયકોસોશિઅલ હેલ્થ ક્યોર ટ્રીટમેન્ટ અપનાવી
કોરોનાના દર્દીઓ માટે ડોકટરોએ અનોખી સાયકોસોશિઅલ હેલ્થ ક્યોર ટ્રીટમેન્ટ અપનાવી

By

Published : Jul 21, 2020, 2:54 PM IST

સુરતઃ કોવિડ વોર્ડમાં ફરજ બજાવતાં ડોક્ટરો આ નવતર પ્રયોગમાં દર્દીઓની વિઝીટ માટે જાય ત્યારે દર્દીઓની સાથે પોઝિટીવીટીની વાત કરે છે અને ત્યારબાદ દર્દીના જ ફોનથી એમના પરિવારજનોને વીડિયોકોલ કરી દર્દીના સ્વાસ્થ્ય અને શારીરિક પરિસ્થિતિ વિશે વાકેફ કરે છે, સાથે પરિવારજનોને જરા પણ ચિંતા ન કરવાં જણાવી દર્દી સાથે વીડિયો કોલમાં વાત કરાવે છે. ડોક્ટર અને દર્દી બંને સાથે રહી દર્દીના સ્વજનો સાથે વાત કરે છે, જેનાથી દર્દીના પરિવારને એમની રોજેરોજની સ્થિતિ, સ્વાસ્થ્યમાં થતો સુધારા વિશે જાણ થાય છે. દર્દી પણ પરિવારના સભ્યો સાથે દરરોજ વાત કરીને માનસિક રીતે મજબૂત બને છે. વળી જે દર્દીઓ પાસે સ્માર્ટફોનની સુવિધા ન હોય તેમના માટે ડોકટરો પોતાના ફોનથી જ વીડિયો કોલ કરી આપે છે, ડોક્ટર જાતે પણ વાત કરે છે અને બાદમાં દર્દી સાથે પણ વાત કરાવે છે.

કોરોનાના દર્દીઓ માટે ડોકટરોએ અનોખી સાયકોસોશિઅલ હેલ્થ ક્યોર ટ્રીટમેન્ટ અપનાવી
એડિશનલ પ્રોફેસર ડો.દીપક શુક્લાએ જણાવ્યું કે,અમારી ટીમના ડોક્ટરો દર્દીની ફિઝિકલ અને મેન્ટલ ક્યોર પર વિશેષ ધ્યાન આપવાની કોશિશ કરી રહ્યા છે. વીડિયો કોલમાં અમે દર્દીઓને આપવામાં આવતાં ભોજનની થાળી પણ પરિવારને બતાવીએ છીએ. અમારી ટીમ બે પ્રકારે સારવાર આપી રહી છે, એક ફિઝિકલ રીતે,- જેમાં દર્દીઓને સમયસર દવા, ઈન્જેકશન, આયુર્વેદિક ઉકાળો આપવામાં આવે છે, અને બીજી સાઈકોસોશિયલ મેથડ,- જેમાં દર્દી મેન્ટલી સ્ટ્રોંગ રહે, હકારાત્મક વિચારે અને ‘મને સારૂ થઈ જ જશે’ એવા આત્મવિશ્વાસ આવે એ માટે એમને 24 કલાકમાં એક વાર દર્દીને એમના પરિવાર સાથે વાત કરાવીએ છીએ.
કોરોનાના દર્દીઓ માટે ડોકટરોએ અનોખી સાયકોસોશિઅલ હેલ્થ ક્યોર ટ્રીટમેન્ટ અપનાવી
દર્દી અશ્વિનભાઈ મકવાણાએ જણાવ્યું કે, ‘મને કોરોના લક્ષણ દેખાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી મને કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરો પરિવારને વીડિયો કોલ કરી ફોન કરી અમારી સ્થિતિ વિશે જણાવે છે અને પરિવારને પણ આશ્વાસન આપે છે. જીવને જોખમમાં મૂકી સ્મિમેરના ડોક્ટરો અમારી સેવા કરી રહ્યાં છે, જેનું ઋણ અમે કદી ચૂકવી શકીશું નહીં

ABOUT THE AUTHOR

...view details