- દર્દીની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો નિઃશુલ્ક દવા આપે છે
- ન્યુરોસર્જન હોવા છતાં વારસાગત પદ્ધતિથી જ લોકોની સારવાર કરે છે
- ડો. સારોશ ભક્કાએ ચાર પેઢીનો વારસો જાળવી રાખ્યો
સુરતઃ શહેરના સૈયદપુરા વિસ્તારમાં ક્લિનિક ધરાવતા ડો.સારોશ સેમ ભકકાએ તેમની ચાર પેઢીનો વારસો જાળવી રાખ્યો છે. ન્યુરોસર્જન હોવા છતાં પણ તેમણે પોતાની હોસ્પિટલ ખોલવા કે અન્ય કોઈ મોટી હોસ્પિટલમાં ફરજ બજાવવાને બદલે તેમના માતા-પિતા, દાદા, પરદાદા જે રીતે ક્લિનિક ચલાવતા હતા તે જ રીતે ચલાવવાનું શરૂ રાખ્યું છે. સૈયદપુરા વિસ્તારમાં પારસી અને મુસ્લિમ કમ્યુનિટીના લોકો મોટી સંખ્યામાં રહે છે ત્યારે તેઓ પણ તેમના પૂર્વજોની જેમ જ ભક્કા પરિવાર પાસે સારવાર કરાવવા માટે આવે છે અને તેમનો વિશ્વાસ ડો.સારોશ પર અતૂટ છે.
ડો. સારોશ ભક્કાએ ચાર પેઢીનો વારસો જાળવી રાખ્યો આ પણ વાંચોઃ સુરતની સંસ્થાએ ભુખ્યા અને જરૂરિયાતમંદો માટે હોસ્પિટલમાં ચાલું કરી નિઃશુલ્ક ભોજન સેવા
નજીવો ચાર્જ લઇને દાવા આપે છે
મુંબઈથી ન્યૂરોસર્જનની ડિગ્રી લીધી હોવા છતાં પણ તેઓ આજે તેમની વારસાગત પદ્ધતિથી જ લોકોની સારવાર કરે છે. તેઓ માત્ર 20 રૂપિયા જેટલો નજીવો ચાર્જ લઇને દર્દીઓને દવા આપે છે અને તેમાં પણ જો દર્દીની પરિસ્થિતિ આર્થિક રીતે સારી ન હોય તો તેઓને નિ:શુલ્ક દવા પણ આપે છે.
ઘણી પેઢીઓ મેડિકલ ઈમરજન્સી માટે ડો.ભક્કા પર વિશ્વાસ કરી રહી છે
ડો.સારોશ સુરતની સરકારી મેડિકલ કોલેજ (જીએમસી)થી સર્જરીમાં MBBS અને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ.હતું. તેઓ BHIMSથી ન્યુરોસર્જરીનો અભ્યાસ કરવા ગયા અને વડોદરાની મેડિકલ કોલેજમાં ફેકલ્ટી સભ્ય તરીકે જોડાયા હતા. વર્ષ 1997માં બોમ્બે હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (BHIMS)માં ન્યુરોસર્જરીનો અભ્યાસ કરતી વખતે તેમના બાઈકને ટેક્સી ચાલકે ટક્કર મારતા મોટો અકસ્માત સર્જાયો હતો.
સુરતના દિવ્યાંગ ન્યુરોસર્જન કે જેમનું શરીર 80 ટકા વળી ગયુ છે તેમ છતાં કરી રહ્યા છે દર્દીઓની સેવા અકસ્માતને કારણે 80 ટકા વળી ગયું
આ અકસ્માતે તેમને કાયમી વિકલાંગતા આપી હતી. જેના કારણે આજે પણ તેમનું શરીર લગભગ 80 ટકા વળી ગયું છે. જોકે તેઓ બેન્ડ થઈને પણ દર્દીઓની સારવાર કરવાનું ચૂકી રહ્યા નથી. તેમની પાસે મોટાભાગના દર્દીઓ એવા કુટુંબોમાંથી આવે છે. જેમની ઘણી પેઢીઓ મેડિકલ ઈમરજન્સી માટે ડો.ભક્કા પર વિશ્વાસ કરી રહી છે. મહત્વની વાત એ છે કે દર્દીઓ માત્ર સુરત જ નહીં પરંતુ હથોડા, બારડોલી, બીલીમોરા, બલેશ્વર અને બરબોધન જેવા ગામમાંથી પણ સારવાર માટે આવે છે.
આ પણ વાંચોઃ વિસનગર જૈન સમાજ દ્વારા નિઃશુલ્ક 5,000 માસ્કનું વિતરણ કરાયું
છેલ્લા ચાર પેઢીના મારા કુટુંબના વારસોને આગળ વધારવા માંગુ છુંઃ ડો.સારોશ ભક્કા
ડો.સારોશ ભક્કા એ ETV Bharatને જણાવ્યું હતું કે, ડોક્ટર તરીકે લોકોની સેવા કરવી મારી ફરજ છે. મારા માતાપિતાનું નિધન થયા પછી મેં આ ક્લિનિક સંભાળ્યું છે. હું છેલ્લા ચાર પેઢીના મારા કુટુંબના વારસોને આગળ વધારવા માગુ છું. મારા પિતાએ એક વખત કહ્યું હતું કે પહેલા લોકોની સારવાર કરવી એ એક સેવા હતી, હવે તે વ્યવસાય છે અને તે ભવિષ્યમાં ઉદ્યોગ બનશે. તેમના શબ્દો આજે સાચા પડ્યા છે પરંતુ હું તેને સેવા તરીકે માનતો રહીશ અને મારા કુટુંબનો વારસો આગળ વધારીશ.