સુરતઃ શહેરમાં અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં (Athwalines Police Station) 3 મહિના પહેલા એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે, ભોગ બનનાર મહિલા સાથે તેના મિત્રએ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બાળક રહી ગયું હતું અને ડિલિવરી પછી આ બાળકનું મોત થયું હતું. આ મામલે અઠવાલાઈન્સ પોલીસ (Athwalines Police Station) દ્વારા ફરિયાદમાં નોંધાવેલ નામ અનુસાર આરોપી દુલા ધામની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવારે ભોગ બનનારના મિત્ર સામે નોંધાવી હતી ફરિયાદ -પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર અને તેના મિત્ર સાથે શરીર સંબંધબંધાયા બાદ પેટમાં બાળક રહી ગયું હતું. ડિલિવરીનો દુખાવો થતાં પરિવાર મહિલાને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ભોગ બનનારી મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકનું થોડા સમય બાદ મૃત્યુ થયું હતું. ત્યારે પરિવારે ભોગ બનનારના મિત્ર સામે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં (Athwalines Police Station) ફરિયાદ નોંધાવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે આરોપી દુલા ધામની ધરપકડ કરી હતી.
બાળકની ડિલિવરી થતાં જ બાળક મૃત્યુ પામ્યું હતું -પોલીસ ફરિયાદ મુજબ, આરોપી દુલા ધામ મારફત તેમના વચ્ચે શારીરિક સંબંધ બાંધવાથી એક બાળક રહી ગયું હતું. તો આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ આરોપી શરૂઆતથી કહેતો હતો કે, ભોગ બનનારી મહિલા તેમની મિત્ર છે. તેમની સાથે તેણે કોઈ શરીર સંબંધ બાંધ્યો નથી. આવું તે વારંવાર કહેતો હતો. પરંતુ આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.