ગુજરાત

gujarat

ETV Bharat / city

એક કિલોના 9000! તુલસી, પિસ્તા, કેસર સાથે રસદાર મીઠાઈની દેશ વિદેશમાં ડિમાન્ડ - Diwali Festival in Surat

દિવાળીનો પર્વ પર મીઠાઈને (Diwali Festival in Surat) લઈને ખુબ મહત્વ હોય છે. ત્યારે સુરતમાં ખાસ ગોલ્ડન મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. સુરત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં (surat sweet shop) આ એકમાત્ર મીઠાઈ હશે, જેનો ભાવ નવ હજાર રૂપિયા કિલો છે. આ ગોલ્ડન મીઠાઈમાં ચાર વેરાઈટી છે જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ગોલ્ડન મીઠાઈની ખાસિયત શું છે જાણીએ આ અહેવાલમાં. (Surat Golden Sweets)

એક કિલોના 9000! તુલસી, પિસ્તા, કેસર સાથે રસદાર મીઠાઈની દેશ વિદેશમાં ડિમાન્ડ
એક કિલોના 9000! તુલસી, પિસ્તા, કેસર સાથે રસદાર મીઠાઈની દેશ વિદેશમાં ડિમાન્ડ

By

Published : Oct 19, 2022, 3:15 PM IST

સુરત દિવાળી પર્વ પર સામાન્ય રીતે મીઠાઈની દુકાનોમાં દરેક પ્રકારની મીઠાઈ અને (diwali festival date 2022) કાજૂકતરી સામાન્ય રીતે ત્રણસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા સુધીની કિંમતની જોવા મળતી હોય છે, પરંતુ સુરત ખાતે એક એવી મીઠાઈ તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત 9000 રૂપિયા કિલો છે. આ ભાવ સાંભળી લોકો ચોંકી ઉઠે છે. પરંતુ હાલ સુરતની એક મીઠાઈની દુકાનમાં આ ગોલ્ડન મીઠાઈ દેશ-વિદેશમાં વેચાઈ રહી છે. સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં 24 કેરેટ્સ મીઠાઈની દુકાન આવેલી છે. જ્યાં આ ગોલ્ડન સ્વીટનું વેચાણ થઈ રહ્યું છે. આ ગોલ્ડન સ્વીટ માટે ખાસ પેકેજીંગ કરવામાં આવી છે જે મીઠાઈ ખાનાર વ્યક્તિને રોયલ હોવાનું અનુભવ કરાવે છે. (surat famous sweet)

દિવાળી પર ખાસ ગોલ્ડન મીઠાઈ જેની ડિમાન્ડ દેશ વિદેશમાં

એક કિલોના 9000આ ખાસ મીઠાઈમાં સોનાના વરખવાળીનો પણ (Diwali Festival in Surat) સમાવેશ થાય છે. આ મીઠાઈને ગોલ્ડ સ્વીટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ડ સ્વીટ્સ મીઠાઈના એક કિલોનો ભાવ નવ હજાર રૂપિયા છે. આ મીઠાઈ અને કાજુકતરી પર સંપૂર્ણ સોનાની વરખ ચઢાવવામાં આવી છે. જેવી રીતે હમણાં સુધી અન્ય મીઠાઈઓ પર ચાંદીની વરખ ચઢાવવામાં આવતી હતી. તેવી રીતે આ મીઠાઈ અને કાજૂકતરી પર પણ સોનાની આરોગ્યપ્રદ વરખ ચઢાવવામાં આવી છે. જે લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

સુરતની ગોલ્ડન મીઠાઈ

ચાર વેરાયટીમીઠાઈની દુકાનના મેનેજર પ્રદીપભાઈએ જણાવ્યું હતું કે, આ ગોલ્ડન મીઠાઈની (diwali festival sweets) ખાસિયત છે કે આ સૌથી મોંઘા ડ્રાયફ્રુટથી બનાવવામાં આવે છે. હાઈ ક્વોલિટી કાજુ હોય છે. જમ્મુથી આવેલા કેસર હોય છે. આ ગોલ્ડન મીઠાઈને પહેલા મશીનથી બનાવવામાં આવે છે અને ત્યારબાદ હાથથી આકાર આપવામાં આવે છે. એમાં પણ ત્રણ પ્રકારની વેરાયટી છે. તુલસી ગંગા, કેસર કુંજ, સ્પેશિયલ નરગીસ અને અનાર ડાયમંડ નામ વાળી ગોલ્ડન મીઠાઈની કિંમત 9 હજાર રૂપિયા છે. તુલસી ગંગામાં તુલસીનો ટેસ્ટ આવે છે. કેસર કુંજ પ્યોર ડ્રાયફ્રુટથી તૈયાર છે. નરગીસના બદામ, પિસ્તા અને કેસર મિક્સ છે. અનાર ડાયમંડમાં બદામના પીસ આવે છે. (golden sweet surat)

ફ્રીજ વગર મીઠાઈ સારીસાથે તેઓએ જણાવ્યું હતું કે, વિદેશમાંથી પણ આ ગોલ્ડ મીઠાઈનો ઓર્ડર મળી રહ્યો છે. વિદેશ માટે અમે (surat diwali sweets) ઓનલાઈન ઓર્ડર લેતા હોઈએ છીએ અને ખાસ પેકિંગ કરવામાં આવે છે. લાલ રંગના બોક્સમાં મીઠાઈ લોકોને આપવામાં આવતી હોય છે જે રોયલ લુક આપે છે. ઓર્ડર મુજબ મીઠાઈ બનાવવામાં આવે છે. પ્યોર ગોલ્ડ વરખ ચઢાવવામાં આવે છે. લન્ડન કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા દેશોમાંથી આ ગોલ્ડન મીઠાઈના ઓર્ડર આવતા હોય છે ફ્રીજ વગર પણ આ પંદર દિવસ સુધી મીઠાઈ સારી રહે છે. (surat best sweet shop)

ABOUT THE AUTHOR

...view details