ગુજરાત

gujarat

By

Published : Sep 18, 2020, 6:25 AM IST

Updated : Sep 18, 2020, 9:06 AM IST

ETV Bharat / city

સુરતના મહુવામાં 'સાત પગલાં ખેડૂત કલ્યાણ' હેઠળ ખેડૂતોને સહાય વિતરણ

ખેડુતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવા રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત 'સાત પગલા ખેડુત કલ્યાણ' હેઠળ મહુવા ખાતે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક ખેતી યોજના હેઠળ બારડોલી,પલસાણા અને મહુવા તાલુકાના 12 ખેડુત લાભાર્થીઓને સહાયના મંજુરી હુકમો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે વિતરણ કરાયા હતા. મહુવા ક્લસ્ટરના 719 ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ યોજના ગાયના નિભાવ ખર્ચની સહાય અને પ્રાકૃતિક કૃષિ કિટ્સ યોજના હેઠળ 1270 ખેડૂતો મળી કુલ 1989 ખેડૂતોને તબક્કાવાર લાભાન્વિત કરવામાં આવશે.

surat
surat

બારડોલી : મહુવા ખાતે આવેલી બ્રાહ્મણ સમાજની વાડી અસ્મિતા ભવન ખાતે આયોજિત ‘સાત પગલાં આકાશ ખેડૂત કલ્યાણ’ના કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે 12 જેટલા ખેડૂત લાભાર્થીઓને સહાયના મંજૂરી હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2018-19 ના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા તાલુકા કક્ષાના આઠ અને જિલ્લા કક્ષાના બે પ્રગતિશીલ ખેડૂતોને શાલ, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ભારત દેશમાં ધરતી અને ગાયને માતા તેમજ ખેડૂતને જગતના તાતની ઉપમા આપવામાં આવી છે. ખેડુતોના સર્વાંગી વિકાસ માટે ‘સાત પગલા ખેડુત કલ્યાણ’ સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકારે સાત મહત્વની કૃષિ યોજનાઓ બનાવી છે. રાજ્ય સરકારે ખેડૂતો માટેની ખેડૂત કલ્યાણના સાત પગલા પૈકી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયનો નિભાવ ખર્ચ અને પ્રાકૃતિક કૃષિ કીટ યોજના લાગુ કરી રાજ્યનો ખેડૂત ઝીરો બજેટની ખેતી કરતો થાય એવું નક્કર આયોજન કર્યું છે.

સુરતના મહુવામાં 'સાત પગલાં આકાશમાં' ખેડૂત કલ્યાણ હેઠળ ખેડૂતોને સહાય વિતરણ

રાજય સરકારે લીધેલા ખેડૂત હિતલક્ષી પગલાઓનો ઉલ્લેખ કરી મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019-20 દરમિયાન સુરત જિલ્લાના 46 હજારથી વધુ ખેડૂતોને રૂપિયા 17.67 કરોડની કૃષિ યોજનાકીય સહાય આપી છે. જ્યારે જિલ્લા પંચાયતની સ્વ ભંડોળ યોજના હેઠળ 1700 થી વધુ ખેડૂતોને રૂપિયા 1.20 કરોડની સહાય ચૂકવાઈ છે. જ્યારે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા 1174 ખેડૂતોને રૂપિયા 8.86 કરોડની ડ્રિપ અને માઈક્રો ઇરિગેશન સહાય આપવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલાં નુકસાનની ભરપાઈ કરવા સુરતના65,334 ખેડૂતોને 63 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

સુરતના મહુવામાં 'સાત પગલાં આકાશમાં' ખેડૂત કલ્યાણ હેઠળ ખેડૂતોને સહાય વિતરણ

મંત્રીએ હાલના ચોમાસાની ઋતુમાં ભારે વરસાદથી રાજ્યમાં જે વિસ્તારમાં ખેતી પાકની નુકસાની થઈ છે તેવા ખેડૂતોને વળતર આપવા માટે સર્વેની કામગીરી પ્રગતિમાં હોવાનું પણ જણાવ્યું હતું. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુંટુબને એક ગાય માટે નિભાવ ખર્ચ પ્રતિ માસ રૂપિયા 900ની મર્યાદામાં અને વાર્ષિક રૂપિયા 10,800ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ રાજય સરકાર દ્વારા રૂપિયા 66.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે જીવામૃત બનાવવા પ્રાકૃતિક કૃષિ કિટમાં સહાય યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા રૂપિયા 13.50 કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. આ અવસરે ગાંધીનગરથી ઈ-માધ્યમથી મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ખેડુતોને સંબોધી યોજનાઓનો લાભ લઈ ખેત જીવનધોરણને વધુ ઉન્નત બનાવવાની પ્રેરણા આપી હતી.

આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર એન.કે.ગાબાણીએ સૌને આવકારી સાત પગલાંરૂપી સાત યોજનાઓ વિશે પ્રાથમિક જાણકારી આપી હતી.આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામક અજય પટેલ સહિત લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

Last Updated : Sep 18, 2020, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details