- NRIના સહયોગથી કરવામાં આવી રહી છે સહાય
- બીજી લહેરમાં ઓક્સિજન(OXYGEN)ના અભાવે અનેક લોકોના મોત થયા હતા
- દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં આપવામાં આવી સહાય
બારડોલી:કોરનાની બીજી લહેરે સમગ્ર દેશમાં કાળો કેર વર્તાવ્યો હતો. કેસની સંખ્યા વધતા હોસ્પિટલમાં બેડ પણ મળી શક્યા ન હતા. આ ઉપરાંત ઓક્સિજન(OXYGEN)ના અભાવે પણ અનેક લોકોના મોત થયા હતા. આવી સ્થિતિ ફરી ના સર્જાય તેની ચિંતા વિદેશમાં રહેતા ભારતીય લોકોએ કરી છે. બારડોલી અને આજુબાજુના NRIના સહયોગથી સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા દિવાળીબેન ટ્રસ્ટને પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર(OXYGEN CONCENTRATORS) ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃBAPS સંસ્થાએ અરવલ્લીની હોસ્પિટલ્સમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન આપ્યાં
1થી 5 લીટર સુધીના ઓક્સિજન કોન્સન્ટ્રેટર
અંદાજીત 1,035 જેટલા આ પ્રાણવાયુ યંત્ર દક્ષિણ ગુજરાતના સુરત ઉપરાંત નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના ગામડાઓમાં વિના મૂલ્યે આપવામાં આવશે. 1લીટરથી 5 લીટર ઓક્સિજન બનાવી શકે તેવા આ પોર્ટેબલ મશીન ઓછા ઓક્સિજન(OXYGEN)ની જરૂરત ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી પુરવાર થશે. આ મશીનનું તમામ જિલ્લાના પ્રતિનિધિઓને વિતરણ કરવામાં આવ્યું હતું.