- ગુજરાત સરકારે પણ વસતી નિયંત્રણ કાયદા લાવવા માટેની સંભાવના વ્યક્ત કરી
- સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે વસતી નિયંત્રણ કાયદા માટેની ચર્ચા ચાલી રહી છે.
- રાજ્યમાં હવે વસતી નિયંત્રણ કાયદાને લઇ સંભાવનાઓ વધી ગઈ
સુરત :રોજગાર દિવસ કાર્યક્રમ હેઠળ આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani) સુરતની મુલાકાતે હતાં. તેમણે હજારથી વધુ યુવાનોને રોજગારપત્ર એનાયત કર્યા હતાં. આ દરમિયાન તેઓએ પત્રકારો સાથે વાતચીત કરતા ETV Bharat દ્વારા તેમણે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ વસતી નિયંત્રણ કાયદાને ( Population control laws ) લઈ મોટું નિવેદન આપ્યું. વસતી નિયંત્રણ કાયદો ગુજરાતમાં અસમ અને યુપી જેમ લાગુ થશે કે નહીં આ અંગે જવાબ આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ અંગે હાલ ચર્ચા ચાલી રહી છે.