- સુરત કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ અંગે વરિષ્ઠ પત્રકાર સાથે વાતચીત
- ગત વર્ષ કરતા આ વર્ષ મતદાનની ટકાવારી 7 ટકા વધી
- આપ પાર્ટીનો જે વિજય થયો છે એ વિસ્તારોમાં ભાજપનું પેજ કમિટીનું અભિયાન નિષ્ફળ રહ્યું
સુરત : શહેરના વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાએ સુરત મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામ પર વિશ્લેષણ કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષ મતદાનની ટકાવારી 7 ટકા વધી છે, પણ જે પ્રમાણે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસાર થયું એ પહેલાં બૂથ કમિટી અને પેજ કમિટી બનાવી જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં મતદાન વધ્યું નથી. મને લાગે છે કે જે પરિણામ આવ્યા છે, ખાસ કરીને આપ પાર્ટીનો જે વિજય થયો છે એ વિસ્તારોમાં ભાજપનું પેજ કમિટીનું અભિયાન નિષ્ફળ રહ્યું છે. ભાજપે ત્રણ નિયમ બનાવ્યાં હતાં. તેની પણ થોડી ઘણી અસર જોવા મળી છે. 60 વર્ષની વધું ઉંમર ધરાવતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવી, 3 ટર્મથી જીતી આવનારા ઉમેદવારને ટિકિટ નહીં આપવી અને પાર્ટીના હોદ્દેદારોના સગા વ્હાલાઓને ટિકિટ નહીં આપવી. આદર્શ તરીકે સારી વાત કહી શકાય છે, પરંતુ જ્યારે ચૂંટણીમાં ઘણા બધા પરિબળોનો સામનો કરવો પડે છે, ત્યારે ભાજપ જ્યાં હાર થઈ હોય ત્યાં આ વાત નહીં હોય એવું માનું છું.
સુરત કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ અંગે વરિષ્ઠ પત્રકાર સાથે વાતચીત ભાજપે વિકાસના નામે ચૂંટણી લડી
ભાજપે ચૂંટણી અભિયાનમાં વિકાસના નામે ચૂંટણી લડી હતી. ભાજપના ગઢ ઘણાં વિસ્તારોમાં ભાજપને પૂર્ણ પણે સફળતા મળી છે હાલ જે પરિણામ આવ્યાં છે. 2015નું પૂનરાવર્તન થયું છે. 2015માં મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનું સારું પ્રદર્શન રહ્યું હતું, એ ચૂંટણી પાટીદાર અનામત આંદોલન નેજા હેઠળ લડવામાં આવી હતી. કોંગ્રેસને પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં સારી સફળતા મળી હતી. 22 બેઠક પાટીદાર વિસ્તારોમાંથી કોંગ્રેસને મળી હતી. બાકીની 14 બેઠકો શહેરના અન્ય વિસ્તાર દક્ષિણ વિભાગ પરપ્રાંતી અને છેવાડાના વિસ્તાર અને પૂર્વના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી મળી હતી.
આ કારણોસર કોંગ્રેસે સફળતા ન મળી
કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી, કોંગ્રેસનું નેતૃત્વ વિહીન સંગઠન હોવાના કારણે કોંગ્રેસને સફળતા મળી નથી. પ્રચાર તંત્રનો કોંગ્રેસ પાસે અભાવ છે. સૌથી મોટું કોંગ્રેસને ફાટકારજનક શહેરમાં થયેલા વૉર્ડ સીમાંકન કહી શકાય છે, જે પ્રમાણે શહેરનું વિસ્તરણ થયું અને નવું સીમાંકન જાહેર થયું તેની વૉર્ડ રચના થઈ અને કોંગ્રેસના પરંપરાગત મતદારો કહેવાય છે, તેનાથી દૂર રહે જેના કારણે પણ કોંગ્રેસને સફળતા નથી મળી.
દિલ્હી મોડલ રજૂ કરી યોજી સફળ રેલી
આમ આદમી પાર્ટીનો નોંધનીય વિજય થયો છે. આમ આદમી પાર્ટીનો વિજય થવા પાછળ આપણે એને એક વસ્તીના અનુરૂપ વિજય ગણી શકાય છે. કારણ કે, એનું સમગ્ર શહેરમાં પ્રદર્શન સારું રહ્યું છે. મતો પણ મળ્યા હશે, પણ વિજય જે વિસ્તારમાંથી મળ્યો છે એવા વિસ્તાર પાટીદાર પ્રભુત્વ વાળો રહ્યાં છે. જે 2015માં કોંગ્રેસે આજ વિસ્તારોમાંથી બેઠકો મેળવી હતી. ભાજપના ગઢ ગણાતા વિસ્તાર કોંગ્રેસે આંચકી લીધાં હતાં. એજ ગઢ હવે કોંગ્રેસ પાસેથી આપ આદમી પાર્ટીએ આંચકી લીધું છે. એટલે ચોક્કસ એક વિસ્તારને ટાર્ગેટ કરીને આપ આદમી પાર્ટીને જે વિજય મળ્યો છે. જેનું કારણ એ પણ છે, કે આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ તરીકે એક પાટીદાર યુવાની પસંદગી કરી હતી. સુરત શહેરનું સંગઠન માળખું પણ જે છે એની અંદર પાટીદારો છે. એટલે એમને ટાર્ગેટ ઓડિયન્સ લઈને પ્રચાર કાર્ય આરંભ્યું હતું. દિલ્હી મોડલ રજૂ કરવા સાથે આપ આદમીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સીસોદિયા અને રાજ્ય સભાના સાંસદ સંજય સિંહની સફળ રેલીને સારો પ્રતિસાદ મળ્યો હોય એની સામે સમગ્ર ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ક્યાંક ચૂંટણી લડતી જ ન હોય એવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કોઈપણ કોંગ્રેસના મોટા નેતાઓ પ્રચારમાં ઉતાર્યા ન હતા. જેનું પરિણામ આવ્યું એ કે કોંગ્રેસ સંપૂર્ણપણે સાફ થયું છે.
નગરપાલિકાની, ગ્રામ પંચાયતો અને સુરત જિલ્લા પંચાયતની ચૂંટણી પર અસર થશે
ભાજપ માટે જોવાની વાતએ છે કે પોતાના જે જૂના વિસ્તાર છે, એમાં સારો વિજય પ્રાપ્ત થયો છે પણ જે વિસ્તારો એનાથી દૂર થઈ રહ્યા છે એ પાટીદારો. સુરતનું રાજકારણ સૌરાષ્ટ્રના રાજકારણ પર અસર થતું હોય છે. આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી છે, એના દુર્ગામી પરિણામ આવતા રવિવારે જે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે તેમાં પણ ચોક્કસ અસર પડી શકે છે. કારણ કે આ પરિણામોથી લોકો વિચારતા થાય કે આપણે તેની અંદર પરિણામ બદલી શકે છે અને સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતની ચૂંટણી નગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખુબ જ નાના વિસ્તારો હોય છે. તેના વૉર્ડ નાના હોય છે. વસ્તી ઓછી હોય છે, વસ્તીના વિભાજન નાના હોય છે, જે સફળતા આમ આદમી પાર્ટી એ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેળવી છે. ખાસ કરીને પાટીદાર વિસ્તાર કેન્દ્રીત વિજય હોય વિજય છે, તો એ સૌરાષ્ટ્રમાં જાય તો હવે પછીની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં પણ અસર થશે.
લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકોનું અહીંથી પલાયન કરવું પડ્યું હતું
સુરત શહેરમાં આશ્ચર્યજનક એ પણ બાબત છે કે, કોરોના કાળમાં ચૂંટણી આવતા ઘણા પ્રશ્નો સર્જાયાં હતાં. સૌથી વધુ લાખોની સંખ્યામાં પરપ્રાંતીય લોકોનું અહીંથી પલાયન કરવું પડ્યું હતું. શહેરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓને પલાયન થવું પડ્યું. જેના પડઘા કદાચ વરાછા વિસ્તારમાં પડ્યાં છે, પરંતુ જ્યાં પરપ્રાંતીય લોકોની વસ્તી છે, એવા વિસ્તારોમાં તેની અસર જોવા મળી નથી. જે પણ એક આશ્ચર્યજનક બાબત છે. તેનું કારણ એ હોય શકે કે સુરત શહેરમાં વસતા પરપ્રાંતીઓને ટિકિટ પણ આપવામાં આવે છે.
જ્ઞાતિ સમીકરણની મોટી ભૂમિકા
ભાજપે રામ મંદિર, 370ની કલમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી ઘણી બાબતોને પ્રચારના વણી લીધી હતી. જે સામે કોંગ્રેસે લોકોના મનમાં પ્રશ્ન પ્રસાપિત કરવામાં નિષ્ફળ રહી છે, આમ આદમી પાર્ટી પણ જ્યાંથી તેમને વિજય થયો છે, ત્યાંથી જ્ઞાતિ સમીકરણની મોટી ભૂમિકા લાગે છે. નહીં તો તે વિસ્તારની સમસ્યાઓ હતી, શિક્ષણના પ્રશ્નો છે, હજૂ પણ શહેરની અંદર અસંકુલીત વિકાસ છે, શહેરમાં એક વિસ્તાર એવો છે જે એમ લાગે કે સ્માર્ટ સીટી અહીંયા છે, જ્યારે દક્ષિણનો વિસ્તાર સેન્ટ્રલ ઝોનનો વિસ્તારમાં હજૂ પણ લોકો સુધી વિકાસના ફળ પહોંચ્યાં નથી. આ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, નવા વિસ્તારોમાં પણ ગટરલાઇનની સુવિધાઓ સંપૂર્ણ પણે પહોંચી નથી. ભાજપે પોતાના પ્રોસેક્ટ બતાવ્યા મેટ્રો ટ્રેન આવી રહી છે. શહેરમાં જાહેર પરિવહન ચાલી રહ્યું છે, પરંતુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા થઈ નથી. પ્રદુષણના પ્રશ્નો છે, પણ લોકોએ તેના પર ધ્યાન આપ્યું નથી. ભાજપે વિકાસ મોડલ રજૂ કર્યું હતું. લોકો એ તે સ્વીકારી લીધું છે. જે વિસ્તારમાં ભાજપનો વિજય થયો ત્યાં અને અન્ય પાટીદાર વિસ્તારોમાં જે બેઠક 2015માં હતી. પાટીદાર આંદોલન સમિતિના ટેકા નેજા હેઠળ કોંગ્રેસને ટિકિટો મળી હતી. હાલ 2021માં ટિકિટને લઇને પાસ અને કોંગ્રેસ વચ્ચે મતભેદ થતાં પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ દાવેદારીના છેલ્લા દિવસે ફોર્મ ભર્યો ન હતું. ધાર્મિક માલવયા સહિત 3 લોકોએ ફોર્મ પરત ખેંચ્યું હતું. જ્યારે આ વખતે કોંગ્રેસને ટેકો ન આપતા આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું હતું.