સુરતઃ વિશ્વભરના દસમાંથી નવ હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. સુરતને હીરા ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. અત્યાર સુધી હીરા ઉદ્યોગનો વિશ્વાસ ઉપર વેપાર થતો હતો. પરંતુ આ પદ્ધતિ કોવિડ 19ના આવ્યા બાદ બદલાઇ છે. હવે સુરતના હીરાઉદ્યોગનો આખો વ્યાપાર બેંકિંગ પર શરૂ થઈ ગયો છે, રોકડ અને ચેક થકી વેપાર શરૂ કરવામાં આવ્યો છે.
વેપારીઓએ બદલી વેપારની પદ્ધતિ સુરતના હીરા ઉદ્યોગ વિશ્વાસ ઉપર ચાલતું આવ્યું છે. કરોડો રૂપિયાનો ડાયમંડ આમ જ વેપારી અને વેપારીઓ અથવા દલાલને વેચવા માટે આપી દેતા હોય છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. પરંતુ તેનો સાઈડ ડેટા પણ હોય છે કે કરોડો રૂપિયાના ડાયમંડ લે વેપારી અથવા દલાલ ફરાર થઈ જતા હોય છે અને કરોડો રૂપિયાના ઉઠમણાની ફરિયાદ વારંવાર ઉપયોગમાં આવતી રહે છે. આ વચ્ચે કોવિડ 19 ની પરિસ્થિતિ આવી અને ઉદ્યોગે આ વર્ષો ચાલતી પરંપરાને બદલી, કારણ કે બજારમાં પૈસાની લિકવીડિટી ઓછી છે. લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. જેથી આવી નવી પરંપરા ઉદ્યોગમાં શરૂ થઈ છે. હવે વેપાર કરવા માટે લોકોને કેસ અથવા તો ચેક થકી વેપાર કરવાનો રહેશે.આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સીલ વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ હોય કે ડાયમંડ ઉદ્યોગ અનેકવાર કરોડો રૂપિયાના ઉઠમણાંની ફરિયાદ આવતી હોય છે. વિશ્વાસ પર ચાલતું આ ઉદ્યોગી હવે બેન્કિંગ પદ્ધતિથી વેપાર કરવા લાગ્યું છે. વેપારીઓ હવે ચેક મારફતે ડાયમંડ ખરીદી અને વેચાણનું કાર્ય શરૂ કરશે.