સુરતઃ હાલ સમગ્ર દેશ સહિત દુનિયામાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. કેટલાક લોકો એવા છે જેમણે બે ટાઈમનું ભોજન નથી મળી રહ્યું ત્યારે સુરતમાં રહેતા હીરાના વેપારીએ આવા કપરા સમયમાં માનવતા મહેકાવી છે.
હીરાના વેપારીએ પુત્રના જન્મદિન પર જરૂરિયાતમંદોને અનાજ કીટ અને રોકડ રૂપિયાનું કર્યું વિતરણ
કોરોના વાઈરસની મહામારી વચ્ચે ડાયમંડના વેપારીએ અનોખી રીતે તેના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો છે. પુત્રના જન્મદિન નિમિતે 225 જેટલી અનાજની કીટ સાથે 500 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.
સુરત
સુરતના કતારગામ પારસ પોલીસ ચોકી પાસે રહેતા દેસાઈ રીંકેસભાઈ હીરાના વ્યાપાર સાથે સંકળાયેલા છે. અત્યાર સુધી તેમના પુત્ર વીરનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવતા હતા. જો કે આ વર્ષે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, ત્યારે ખુદ તેમના પુત્રે જન્મદિન નહિ ઉજવી તેના પૈસાથી કીટ બનાવી ગરીબોને આપવા તેના પિતાને કહ્યું હતું. જેથી રીંકેશભાઈએ તેમના પુત્ર વીરના જન્મ દિવસ નિમિત્તે 225 ગરીબોને અનાજ કીટ વિતરણ કરી હતી. આ સાથે તેમણે 500 રૂપિયા રોકડા પણ આપવામાં આવ્યા હતા.