ગુજરાત

gujarat

ETV Bharat / city

ડાયમંડ મર્ચન્ટ સવજી ધોળકિયા દરેક મહિલા હોકી ખેલાડીને અઢી લાખ આપશે - Women's hockey player

સવજી ધોળકિયાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેમનું હરી કિષ્ણા ગૃપ દરેક મહિલા હોકી ખેલાડીઓને 2.5 લાખ રૂપિયાનું ઈનામ આપશે.

hockey
ડાયમંડ મર્ચન્ટ સવજી ધોળકિયા દરેક મહિલા હોકી ખેલાડીને અઢી લાખ આપશે

By

Published : Aug 8, 2021, 10:25 AM IST

  • સવજી ધોળકિયા મહિલા હોકી ખેલાડીઓને આપશે અઢી લાખ
  • સોશ્યલ મીડિયા પર કરી જાહેરાત
  • વેલફેર સ્કિમ માટે જાણીતા છે ધોળકિયા

સુરત: ડાંયમડના વેપારી સવજી ધોળકિયાએ હાલમાં એક બીજી ઘોષણા કરી છે. તેઓ મહિલા હોકી ટીમની દરેક ખેલાડીને સારા પ્રદર્શન માટે અઢી લાખ રૂપિયા આપશે. ધોળકિયાએ સોશ્યલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી હતી અને આખી ટીમને સુરત આવવા આમંત્રણ પણ આપ્યુ છે.

સુરત મુલાકાત માટે આમંત્રણ

ધોળકિયાએ શનિવારે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, હરિકિષ્ણા ગૃપ મહિલા હોકી ટીમને સુરતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપે છે અને દરેક ખેલાડીઓને ત્યારે અઢી લાખ રૂપિયા આપવામાં આવશે. આ અમારો એક પ્રયત્ન છે જેના દ્વારા અમે ખેલાડીઓને ઉત્સાહિત કરી શકીએ.

આ પણ વાંચો : શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?

વેલફેર સ્કિમ માટે જાણીતા

પહેલા વેપારીએ જાહેરાત કરી હતી કે જો ટીમ જીતશે તો દરેક ખેલાડીઓને 5 લાખ કાર માટે અને 11 લાખ ઘર માટે આપવામાં આવશે.ભૂતકાળમાં ધોળકિયા પોતાના ડાયમંડ અને જ્વેલરી બિઝનેસમાં અલગ-અલગ વેલફેર સ્કિમ માટે જાણીતા હતા. તેઓ પોતાના કર્મચારીઓને સારા પ્રદર્શન માટે બોનસ તરીકે કાર આપતા હતા.

આ પણ વાંચો :સંક્રમણની સાથે કિરણોત્સર્ગ સામે પણ રક્ષણ આપશે પંચગવ્ય રાખડીઓ

ABOUT THE AUTHOR

...view details