ગુજરાત

gujarat

ETV Bharat / city

હીરા ઉદ્યોગ ફરી પાટે ચડ્યો, જુલાઈમાં 27 ટકાના વધારા સાથે હીરા ઉદ્યોગની નિકાસ 24,881 કરોડ રૂપિયા થઈ - જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે અનેક ઉદ્યોગો પર વિપરીત અસર પડી હતી. તેમાંથી હીરા ઉદ્યોગ પણ બાકાત નહતો. લૉકડાઉનના કારણે અનેક હીરાના કારીગરો પોતપોતાના વતને પરત ફરી જતા હીરા ઉદ્યોગમાં પણ નુકસાન જોવા મળ્યું હતું. ત્યારે હીરા ઉદ્યોગ માટે જુલાઈ મહિનો ખૂબ જ ઉત્સાહ રહ્યો હતો. હીરા ઉદ્યોગની સમગ્રતયા નિકાસ-2019ના કોવિડ મહામારીની સરખામણીમાં 2021 જુલાઈમાં વિક્રમજનક 27 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 24881.52 કરોડ રૂપિયા થઈ છે.

હીરા ઉદ્યોગ ફરી પાટે ચડ્યો, જુલાઈમાં 27 ટકાના વધારા સાથે હીરા ઉદ્યોગની નિકાસ 24,881 કરોડ રૂપિયા થઈ
હીરા ઉદ્યોગ ફરી પાટે ચડ્યો, જુલાઈમાં 27 ટકાના વધારા સાથે હીરા ઉદ્યોગની નિકાસ 24,881 કરોડ રૂપિયા થઈ

By

Published : Aug 21, 2021, 3:32 PM IST

  • હીરા ઉદ્યોગનું (Diamond industry) એક્સપોર્ટ જુલાઈમાં 27 ટકા વૃદ્ધિ સાથે રૂપિયા 24,881 કરોડ થયું
  • વર્ષ 2019ના કોવિડ મહામારી (Corona epidemic)ની સરખામણીમાં 2021 જુલાઈમાં વિક્રમજનક 27 ટકાની વૃદ્ધિ
  • પોલિશ્ડ ડાયમંડની (Polished Diamond) નિકાસમાં 34.13 ટકાનો વધારો નોંધાયો છે.
  • 2021માં 26.77 ટકા વધીને રૂ.19625.37 ની સરખામણીમાં જુલાઈ 2021માં રૂ.24881 થઈ છે

સુરતઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી (Corona epidemic)ના કારણે અનેક ઉદ્યોગો પર વિપરીત અસર પડી હતી. તેમાંથી હીરા ઉદ્યોગ પણ બાકાત નહતો. લૉકડાઉનના કારણે અનેક હીરાના કારીગરો પોતપોતાના વતને પરત ફરી જતા હીરા ઉદ્યોગ (Diamond industry)માં પણ નુકસાન જોવા મળ્યું હતું. ત્યારે હીરા ઉદ્યોગ (Diamond industry) માટે જુલાઈ મહિનો ખૂબ જ ઉત્સાહ રહ્યો હતો. હીરા ઉદ્યોગની સમગ્રતયા નિકાસ-2019ના કોવિડ મહામારી (Corona epidemic)ની સરખામણીમાં 2021 જુલાઈમાં વિક્રમજનક 27 ટકાની વૃદ્ધિ સાથે રૂપિયા 24881.52 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે ગોલ્ડ સ્ટાન્ડર્ડ નિકાસમાં (Gold standard export) 70.69 ટકા અને કટ પોલિશ્ડની નિકાસમાં 60.98 ટકા પાછલા ચાર મહિના દરમિયાન એપ્રિલથી જુલાઈ 2019 ની સામે 2021ની સરખામણીમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 34.13 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો-નવસારીમાં રાખી મેળાનો પ્રારંભ થકી સખી મંડળોને મળ્યું બજાર

મંદીનો સામનો કરી રહેલા હીરો ઉદ્યોગ (Diamond industry)માં તેજી આવી

હીરા ઉદ્યોગ (Diamond industry)માં ફરી એક વાર તેજી જોવા મળી રહી છે. કોરોના મહામારીની (Corona epidemic) સરખામણીમાં જુલાઈ 2021માં વિક્રમજનક 27 ટકાની વૃદ્ધિ સાથે 24,881.52 કરોડ રૂપિયા થઈ છે. એટલે કે છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગમાં ફરી તેજી જોવા મળી છે. હીરા ઉદ્યોગ (Diamond industry)ની સમગ્રતયા નિકાસ 2019ના કોવિડની સરખામણીમાં 2021 જુલાઈમાં વિક્રમજનક 27 ટકાની વૃદ્ધિ સાથે 24881.52 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે ગોલ્ડ સ્ટાન્ડર્ડ નિકાસ (Gold standard export)માં 70.69 ટકા અને કટ પોલિશ્ડની નિકાસમાં 60.98 પાછલા ચાર મહિના દરમિયાન એપ્રિલથી જુલાઈ 2019ની સામે વર્ષ 2021ની સરખામણીમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 34.13 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો-અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઉદ્યોગ સાહસિકોનું કરાયુ સન્માન

અમેરિકા અને ચીન વચ્ચે થયેલ ટ્રેડવોરની અસર

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વેસ્ટન ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અપેક્ષા ન હતી એટલો એક્સપોર્ટ થયો છે. ગોલ્ડ અને સિલ્વર જ્વેલરીને છોડી અપેક્ષા કરતા સારો વેપાર થયો છે. અમેરિકા અને ચીનના ટ્રેડ વોરની અસર વેપાર જોવા મળી છે. સાથોસાથ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિના કારણે જ સ્પોર્ટમાં વધારો જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details