સુરત: નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (National Mineral Development Corporation) સુરતની નવરત્ન ગેલેરી (Navratna gallery surat) ખાતે 23મી ફેબ્રુઆરી 2022થી 4થી માર્ચ 2022 દરમિયાનહીરા જોવાનું એક્ઝિબિશન (Diamond Exhibition In Surat) યોજાઈ રહ્યું છે. આ એક્ઝિબિશનમાં કુલ 8,336.45 કેરેટના રફ હીરા જોવા મળશે. મધ્યપ્રદેશના પન્ના માઇન્સ (panna mines madhya pradesh)ના રફ ડાયમંડ સુરતના વેપારીઓ આ એક્ઝિબિશન બાદ હરાજીના માધ્યમથી ખરીદી શકશે.
23મી ફેબ્રુઆરી 2022થી 4થી માર્ચ 2022 દરમિયાન હીરા જોવાનું એક્ઝિબિશન. હીરાની હરાજીનું આ સૌથી લાંબુ સત્ર
નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ સરકારની માલિકીની ખનિજ ઉત્પાદક છે. નવરત્ન ગેલેરી અને હીરાની હરાજી (Diamond Auction In Surat) વિશે બોલતા દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, “2021માં નવરત્ન ગેલેરીની શરૂઆત પછી NMDC દ્વારા હીરાની હરાજીનું આ સૌથી લાંબુ સત્ર (longest session of the diamond auction) હશે. આનાથી સ્થાનિક વેપારને જબરદસ્ત મદદ મળશે. આ તેમને રફ હીરાની સીધી એક્સેસ આપશે.
આ પણ વાંચો:હીરા ઉદ્યોગનું જેમ્સ એન્ડ જવેલરી પાર્કનું સપનું સપનું જ રહ્યું અને શાસકમાં બેઠેલા શબ્દ પણ ઉચ્ચારતા નથી
2 કેરેટથી માંડીને 34 કેરેટના હીરા જોવા મળશે
તેમણે જણાવ્યું કે, આ હરાજીમાં 2 કેરેટથી માંડીને 34 કેરેટના હીરા જોવા મળશે. આ પછી 7 અને 9 માર્ચ 2022ના રોજ ઈ-ઓક્શન (Diamond e-auction In Surat)થશે. મધ્યપ્રદેશના પન્ના માઇન્સના રફ હીરા અહીં વેપારીઓ જોઈ શકશે. ત્યારબાદ ઓનલાઈન હરાજીના માધ્યમથી ખરીદી શકશે.
આ પણ વાંચો:Diamond Theft in Navsari : 28.34 લાખના હીરા ચોરી કરી ચોર ગોવામાં જલસા કરતા ઝડપાયા
નવરત્ન ગેલેરી શું છે?
16મી ઓગસ્ટ 2021ના રોજ ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (the gem & jewellery export promotion council) દ્વારા નવરત્ન ગેલેરીની સ્થાપના કરવામાં આવી હતી. સુરતમાં સમગ્ર વર્ષ દરમિયાન વેચાણકર્તાઓ ખરીદદારોને સીધી રીતે મળી શકે તે માટે જેમ એન્ડ જ્વેલરીના વેપારને સમર્પિત ટ્રેડિંગ પ્લેટફોર્મ હોવું જરૂરી છે. આ ગેલેરી ભીમરાડ, સુરત ખાતે 2750 ચોરસ ફૂટ (સુરત ડાયમંડ બોર્સથી 1 કિમી દૂર) અને અત્યાધુનિક સુવિધાઓ અને સુરક્ષા પગલા સાથે વિકસાવવામાં આવી છે. નવરત્ન ગેલેરીમાં અત્યાર સુધીમાં 4 પ્રી-ઓક્શન વ્યુઇંગ ઈવેન્ટ્સ યોજાઈ ચૂકી છે.