ગુજરાત

gujarat

ETV Bharat / city

પાલ અને ઉમરા બ્રિજના ઉમરા અપ્રોચના નડતરરૂપ મિલકતો ખસેડવા માટે આજથી ડિમોલિશન શરૂ - Rander Zone

તાપી નદી ઉપર પાલ અને ઉમરા બ્રિજના ઉમરા અપ્રોચના નડતરરૂપ મિલકતો ખસેડવા માટે આજથી ડિમોલિશન શરૂ થયું છે. સ્થાનિકોના વિરોધ વચ્ચે પાલિકાએ પોલીસની મદદથી ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ લોકોએ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતમાં તાપી નદી પર ડિમોલિશનનો વિરોધ કરતા લોકોની અટકાયત
સુરતમાં તાપી નદી પર ડિમોલિશનનો વિરોધ કરતા લોકોની અટકાયત

By

Published : Nov 30, 2020, 1:18 PM IST

Updated : Dec 1, 2020, 12:31 PM IST

  • તાપી નદી ઉપર પાલ અને ઉમરા એપ્રોચના નડતરરૂપ મિલકતો હટાવવાની કામગીરી શરૂ
  • કોર્ટમાં થયેલા સમાધાનની તારીખ પૂરી થયા છતાં પણ મિલકતદારોએ સહકાર આપ્યો ન હતો
  • અઢી વર્ષથી ઉમરા તરફના મિલકતદારોએ કબજો ન આપતા પાલ ઉમરા બ્રિજનું કામ અટક્યું

સુરતઃ પાલ ઉમરા બ્રિજની કામગીરી 95 ટકા પૂરી થઈ ગઈ છે, પરંતુ અઢી વર્ષથી ઉમરા તરફના મિલકતદારોએ કબજો ન આપતા પાલ ઉમરા બ્રિજની અટકી ગઈ હતી. પાલિકાની વાટાઘાટ અને દોરીની કામગીરી છતાં પણ મિલકતદારોએ કબજો આપ્યો ન હતો. કોર્ટમાં થયેલા સમાધાનની તારીખ પૂરી થયા છતા પણ મિલકતદારોએ સહકાર આપ્યો ન હતો. આથી આજે પોલીસની મદદથી પાલિકાએ મિલકતનો કબજો લેવાનું શરૂ કર્યું છે. પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ ડિમોલિશન કરવા પહોંચી હતી ત્યારે લોકોએ આક્રમક વિરોધ કર્યો હતો.

લાખો વાહનચાલકોને મોટી રાહત મળવાની છે


પાલ-ઉમરા બ્રિજનું નિર્માણ કાર્ય હવે ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે છે. આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થતાં રાંદેર અને અઠવા ઝોનના લાખો વાહન ચાલકોને મોટી રાહત મળવાની છે. આ ઉપરાંત બ્રિજના એપ્રોચની 2 ટકા કામગીરી પૂર્ણ થતાની સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ મોટો લાભ મળવાનો છે.

સુરતમાં તાપી નદી પર ડિમોલિશનનો વિરોધ કરતા લોકોની અટકાયત
મનપાએ મકાન માટે જમીનની ફાળવણી કરી


અસરગ્રસ્ત મિલકતદારોને પાલિકાએ જંત્રી મુજબ, મકાન માટે જમીનની ફાળવણી કરી છે. જ્યાર સુધી મકાન બનીને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી પ્રતિ મકાનમાલિકને રૂપિયા 12 હજાર ભાડું આવવાનું નક્કી કર્યું છે. વર્તમાન મકાનનો બાંધકામનો ખર્ચ પણ પાલિકાએ આપ્યું છે. જોકે, પોલીસે મચક ન આપતા ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે. છતાં પણ હજી લોકો વિરોધ કરી રહ્યા છે. પોલીસ વિરોધ કરતા લોકોની અટકાયત કરી રહ્યું છે અને બીજી તરફ ડિમોલિશન ચાલી રહ્યું છે.

Last Updated : Dec 1, 2020, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details