- સુરતના ગ્રાહકોને DICGC ક્લેઈમ અંતર્ગત ખાતામાં નાણા જમા કરવામાં આવ્યા
- સુરતમાં 171 ડિપોઝિટરોને 131 લાખ રૂપિયા આપવામાં આવ્યા
- 90થી 92 જેટલા લોકો અત્યારે સર્વેમાં છે
સુરત: DICGC ક્લેઈમ અંતર્ગત સુરતના ગ્રાહકોને તેમના ખાતામાં નાણા જમા કરવામાં (Money deposited in customers account) આવ્યા હતા, અને નાણાં કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને ચેક આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓનલાઈન ઉપસ્થિત રહી તમામ લાભાર્થીઓનુ સંબોધન કર્યું હતું.
બેંકોમાં ડિપોઝિટોર્સને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી
કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દ્વારા નવો કાયદોડિપોઝિટોર્સફર્સ્ટ (Depositors First Programme) પસાર કરવામાં આવ્યો છે. જેને કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે બેંકોમાં ડિપોઝિટોર્સને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ રકમ 1 લાખથી 5 લાખ સુધી નક્કી કરી છે, ત્યારે આજે 18 જગ્યાઓ ઉપર 16 જેટલી બેંકોના ફળચામાં ગઈ છે, તે નાણાં લાભાર્થીઓને આપવામાં આવ્યા.
સુરતમાં 171 ડિપોઝિટરોને 131 લાખ રૂપિયા આપવામાં આવ્યા
સુરતમાં 171 ડિપોઝિટરોને 131 લાખ રૂપિયા આપવામાં આવ્યા (Money deposited in customers account) છે, તથા ૯૦થી ૯૨ જેટલા લોકો અત્યારે સર્વેમાં છે. એટલે જે પ્રકારે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે લોકોને રકમ આપી દેવામાં આવશે, એટલે કે જ્યારે બેંકોને સલામત રાખવી પડે તેમની ઉપર વિશ્વાસ મુકવો પડે ત્યારે ડિપોઝિટરો પેહલા છે, તેમની રકમ સહી સલામત છે, કેન્દ્ર સરકાર તરફથી લોકોની જે લાભો મળી રહ્યા છે, તે જાણકારી આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.
સરકારના આ નિર્ણયથી લોકોમાં વિશ્વાસ જાગશે.