- ગજેરા સ્કૂલ શાળા શરુ થવા મુદ્દે સરકાર વિરુદ્ધ ગઈ
- 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શિક્ષણ આપવામાં આવતું હતું
- સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં હતાં
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગજેરા સ્કૂલ દ્વારા સરકાર વિરુદ્ધ જઈ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ આ સ્કૂલનો વિડીયો વાયરલ થયા બાદ સ્કૂલ સંચાલકોને ખબર પડતાં એક પછી એક 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને વારાફરતી છોડી મુકવામાં આવ્યાં હતાં. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં હતાં. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી 7 દિવસો બાદ આજરોજ ગજેરા સ્કૂલ નોટિસ આપવામાં આવી છે. જોકે આ સમય દરમિયાન કતારગામ પોલીસ પણ સ્કૂલે પહોંચીને સ્કૂલ સંચાલકો તથા બે થી ત્રણ વિદ્યાર્થીઓ નિવેદન લઇ સ્કૂલ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. જોકે કતારગામ પોલીસ દ્વારા પણ હજી સુધી સ્કૂલ વિરોધ કોઈ પ્રકારની એફઆઈઆર કરવામાં આવી નથી.
ગજેરા સ્કૂલને 10.000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો
ગજેરા સ્કૂલ બાબતે સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે ગજેરા સ્કૂલમાં તાત્કાલિક ધોરણે અમે અમારી કમિટીને મોકલવામાં આવ્યો હતો. ત્યાં અમે નોટિસ આપી હતી સ્કૂલ દ્વારા ખુલાસાઓ આપવામાં આવ્યાં હતાં કે અમે વિદ્યાર્થીઓને એસાઇમેન્ટ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારે અમે કહ્યું હતું કે કોઈ પણ બહાના હેઠળ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવાના નથી. 9 થી 12ના ધોરણના વિદ્યાર્થીઓને જ સ્કૂલે બોલવાના છે. એમને જ ઑફલાઇન શિક્ષણ આપવાનું છે. સ્કૂલને 10.000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. આ રીતે સ્કૂલ સામે શિક્ષાાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ વિરુદ્ધ તપાસના આદેશ અપાયાં હતાં ગજેરા સ્કૂલ દ્વારા DEOની ટીમને ખોટા જવાબો આપવામાં આવ્યાં છે.જોકે સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓને ખોટો ખુલાસો આપવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન મીડિયા પત્રકારોને સ્કૂલ સંચાલકો દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અમે સ્કૂલમાં વિદ્યાર્થીઓને આજે બોલાવ્યાં છે અને વાલીઓને સંમતિપત્રક માટે બોલાવામાં આવ્યાં છે. ત્યારે સ્કૂલમાં હાજર ધોરણ 8ના અલગ-અલગ વિદ્યાર્થીઓ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અમે આજે આવ્યાં છીએ. બેત્રણ દિવસથી બધાં વિદ્યાર્થીઓનો જવાબ અલગ હતાં. માની શકાય છે કે સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીઓની કમિટીને પણ ખોટો જવાબ આપવામાં આવ્યો છે.આ પણ વાંચોઃ
સુરતના ગજેરા સ્કૂલનમાં સરકારના નિર્ણય પૂર્વે ધોરણ 6 થી 8ના વર્ગો શરુ કરાતા મુખ્યપ્રધાન દ્વારા તપાસના આદેશ આ પણ વાંચોઃ રાજ્યમાં ધોરણ 6 થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે કેબિનેટમાં ચર્ચા