- સુરતમાં મનપા દ્વારા ડિમોલિશન કરાયું
- કાપોદ્રામાં દબાણ તથા ડિમોલિશન કરાયું
- ઘણા સમયથી આ વિસ્તારમાં ડિમોલેશન કરવાનો હતો નિર્ણય
સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટી પાસે જાહેર માર્ગો ઉપર ગુરુવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ ખાતાની ટીમ દ્વારા આ વિસ્તારના કેટલાક જગ્યા ઉપર અતિક્રમણ હોવાથી ગેરકાયદેસર દબાણ તથા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી આ વિસ્તારમાં ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવા માટે પાલિકાએ નિર્ણય લીધો હતો. કોઈક કારણોસર ડિમોલેશન દૂર કરવામાં આવતું ન હતું. ગુરુવારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાપોદ્રા વિસ્તારમાં દબાણ તથા ડીમોલેશન કરવામાં આવ્યું હતું.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડિમોલેશન રામદેવપીર બાપાનું મંદિરનું ડિમોલેશન થતાં પુજારી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા
આ વિસ્તારની કેટલીક જગ્યા ઉપર ગેર રીતે બાંધવામાં આવેલા દબાણોનું સુરત કોર્પોરેશન તથા સ્થાનિક પોલીસની મદદથી આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે તે સમય દરમિયાન રસ્તાની વચ્ચે બચાવે રામદેવપીર બાપાનું મંદિર પર ડિમોલેશન કરવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો બીજી બાજુ મંદિરના પૂજારી ધ્રુસકે ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડિમોલેશન મંદિર માટે બીજી જમીન આપવામાં આવે તેવી માગ
મંદિર ડિમોલેશન બાબતે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ કમલેશ કાયદાએ જણાવ્યું હતું કે, સુરત કોર્પોરેશન દ્વારા રામદેવપીર બાપાનું મંદિરને ત્રણ દિવસની નોટિસ આપવામાં આવી હતી અને બીજે દિવસે કોર્પોરેશન આવી પણ ગયું. આ યોગ્ય નથી. જેથી મંદિરે ભક્તો તથા પુજારી આ કામગીરીથી નારાજ થઈ ગયા હતા. બીજી બાજુ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમીન ફાળવવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડિમોલેશન