ગુજરાત

gujarat

ETV Bharat / city

દક્ષિણ ગુજરાતમાં Mega Textile Park બનાવી શકાય તેવી જગ્યા શોધવા માગ - જીઆઈડીસીના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર

સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (The Southern Gujarat Chamber of Commerce and Industry) દ્વારા રાજ્ય સરકાર (State Government) GIDCના વાઈસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર એમ. થેન્નારાસન, ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તા અને MSME કમિશનર રણજિથ કુમાર સાથે ઓપન હાઉસનું (Open House) આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર (Centre Government) દ્વારા દેશભરમાં 7 જેટલા મેગા ટેક્સટાઈલ પાર્ક (Mega Textile Park) ઉભા કરાશે, જેમાંથી એક મેગા ટેક્સટાઈલ પાર્ક (Mega Textile Park) સુરતને મળશે. ત્યારે સુરતમાં મેગા ટેક્સટાઈલ પાર્ક (Mega Textile Park) સ્થાપી શકાય તેવી જગ્યા આઈડેન્ટિફાય કરવા સૂચન કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં Mega Textile Park બનાવી શકાય તેવી જગ્યા શોધવા માગ
દક્ષિણ ગુજરાતમાં Mega Textile Park બનાવી શકાય તેવી જગ્યા શોધવા માગ

By

Published : Jul 8, 2021, 3:38 PM IST

  • કેન્દ્ર સરકાર દેશભરમાં 7 જેટલા મેગા ટેક્સટાઈલ પાર્ક (Mega Textile Park) ઉભા કરશે
  • જિલ્લામાં મેગા ટેક્સટાઈલ પાર્ક (Mega Textile Park) સ્થાપી શકાય એવી જગ્યા આઇડેન્ટીફાય કરવા માટે સૂચન કરાયું હતું
  • યુટિલાઈઝેશન ફીમાં ત્રણ વર્ષ માટે રાહત મળી રહે તેવી નીતિ બનાવવા માટે રજૂઆત


સુરથઃ ઈન્સેન્ટીવ ટૂ લાર્જ ઈન્ડસ્ટ્રીઝ (Incentives to Large Industries) માટેની સ્કીમ અંતર્ગત રૂપિયા 50 કરોડથી 200 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરનારા એકમોને નહીંવત્ જેવું ઈન્સેન્ટીવ મળે છે. આથી આ અંગે પોલિસીમાં બદલાવ કરવા તેમણે અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે પણ ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ નીતિમાં ફેરફાર થશે નહીં પણ એક – દોઢ મહિનામાં નવી નીતિ આવી રહી છે. તેમાં ઉદ્યોગકારોના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.


મેગા ટેક્સટાઈલ પાર્ક (Mega Textile Park) સ્થાપી શકાય એવી જગ્યા આઇડેન્ટિફાય કરવા સૂચન

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઈલેકટ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં 7 જેટલા મેગા ટેક્સટાઈલ પાર્ક (Mega Textile Park) ઉભા કરવામાં આવશે, જેમાંથી એક મેગા ટેકસટાઇલ પાર્ક (Mega Textile Park) સુરતને મળી રહે તે માટે ઉદ્યોગ કમિશનર સહિતના અધિકારીઓ તરફથી પણ સહયોગ મળે અને ઉચ્ચ કક્ષાએ આ અંગે તેમના થકી પણ વાત મુકવામાં આવે. આ અંગે એમ. થેન્નારાસને ચેમ્બરને સુરત જિલ્લામાં મેગા ટેકસટાઇલ પાર્ક (Mega Textile Park) સ્થાપી શકાય એવી જગ્યા આઈડેન્ટિફાય કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-લાલ દરવાજાના AMTS બસ ટર્મિનલને અપાશે Heritage look, 6.5 કરોડના ખર્ચે બસ ટર્મિનલની થશે કાયાપલટ

જિલ્લામાં મેગા ટેક્સટાઈલ પાર્ક (Mega Textile Park) સ્થાપી શકાય એવી જગ્યા આઇડેન્ટીફાય કરવા માટે સૂચન કરાયું હતું

અધિકારીઓએ પોઝિટીવ રિસ્પોન્સ આપ્યો

રાજ્ય સરકારની નવી સોલાર પોલિસીમાં ઉમેરવામાં આવેલા એનર્જી બેન્કિંગ ચાર્જિસ તથા ઓપન એક્સેસ ચાર્જિસમાં 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેને પરત ખેંચવા માટે રજૂઆત કરી હતી. આ મામલે ત્રણેય અધિકારીઓએ પોઝિટીવ રિસ્પોન્સ આપ્યો હતો. એમ. થેન્નારાસને MSME, લાર્જ સ્કેલ ઈન્ડસ્ટ્રિઝ અને ટેક્સટાઈલને સોલાર પાવરના લાભ મળી શકે તેવી નોટ બનાવીને મોકલી આપવા માટે ચેમ્બરને સૂચન કર્યું હતું. આ મુદ્દે તેમના દ્વારા એનર્જી એન્ડ પેટ્રો કેમિકલ વિભાગને (Department of Energy and Petrochemicals) માહિતગાર કરી તેના નિરાકરણ માટે પ્રયાસ કરાશે તેમ જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-વડોદરા VMSS દ્વારા 27.5 કરોડના ખર્ચે સોલાર પેનલનું લોકાર્પણ

ક્વેરી અંગે CETP સ્થાપનારા એકમો દ્વારા જવાબ મોકલવા પડશે

તેમણે CETP સંદર્ભે પડતર બાકી સબસિડી અંગેે પણ રજૂઆત કરી હતી. આ અંગે ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે નાણાં વિભાગને કેટલીક ક્વેરી છે. આ ક્વેરી અંગે જે તે CETP સ્થાપનારા એકમો દ્વારા જવાબ મોકલવા પડશે. ત્યારબાદ નાણાં વિભાગ બાકી રહેલી સબસિડી રિલીઝ કરશે. તેઓ નાણાં વિભાગ સાથે સંકલન સાધીને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરશે.

સમસ્યાનું સમાધાન લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે

સુરત જિલ્લાની GIDCમાં એલોટમેન્ટ પ્રાઈસીઝ (Allotment Prices)માં ધરખમ વધારો થયો છે. તેને પરત લેવા અધિકારીઓને તેમણે અનુરોધ કર્યો હતો. આ અંગે એમ. થેન્નારાસને જણાવ્યું હતું કે, આ અંગે અભ્યાસ કરી સમસ્યાનું સમાધાન લાવવા પ્રયાસ કરવામાં આવશે. સંપૂર્ણ ભાવવધારો પરત નહીં ખેંચાશે પણ આંશિક રાહત આપવા માટે પ્રયાસ કરવામાં આવશે.

યુટિલાઈઝેશન ફી (Utilization fees) પણ દર મહિને લેવામાં આવે છે

વિવિધ ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે સરકાર દ્વારા કલસ્ટરની ફાળવણી કરવામાં આવે તેવો અનુરોધ અહીં કરવામાં આવ્યો હતો. સરકાર CETP ડેવલપરને કેપિટલ સબસિડી આપે છે તેમ છતાં ડેવલપર દ્વારા મેમ્બરશિપ ફી (Membership fee) ઉઘરાવવામાં આવે છે અને દરેક મેમ્બરદીઠ યુટીલાઇઝેશન ફી (Utilization fees) પણ દર મહિને લેવામાં આવે છે. જેથી કરીને યુટીલાઇઝેશન ફી (Utilization fees)માં ત્રણ વર્ષ માટે રાહત મળી રહે તેવી નીતિ બનાવવા માટે તેમણે રજૂઆત કરી હતી. આ અંગે ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સબસિડીની સ્કીમ કન્ડિશનમાં સુધારો કરવા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

GPCB તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો ન હોવાની રજૂઆત

સુરતમાં આવેલા CETP બેલેન્સ કેપેસિટી વિશે GPCBને માહિતી આપવા ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ GPCB તરફથી રિસ્પોન્સ મળ્યો ન હોવાની રજૂઆત તેમણે કરી હતી. આ સંદર્ભે એમ. થેન્નારાસને સ્થાનિક GPCB અધિકારી પરાગ દવેને સંબંધિત માહિતી તાત્કાલિક ચેમ્બરને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે સૂચના આપી હતી.

યુટીલાઇઝેશન ફી (Utilization fees) વિશે કેસ સ્પેસિફિક ન્યાયિક (Specific Judicial) રીતે નિર્ણય લેવાશે

GIDCમાં ઔદ્યોગિક એકમો ત્રણ મહિના બંધ હોય તેમ છતાં આખા વર્ષનો નોન યુઝ ચાર્જ લગાવવામાં આવે છે. આ સંદર્ભે એમ. થેન્નારાસને નોન યુટીલાઇઝેશન ફી (Non Utilization Fee) વિશે કેસ સ્પેસિફિક ન્યાયિક (Specific Judicial) રીતે નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કેટલાક એકમોને વ્યવસાયિક એકમ માનીને નોટિસ આપવામાં આવી રહી છે

ઓટોમોબાઈલ સેલ્સ એન્ડ સર્વિસને (Automobile Sales & Service) કેન્દ્ર સરકારની નેશનલ કલાસિફિકેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝની ગાઇડલાઇન (Guidelines of National Classification of Industries) મુજબ MSME એક્ટીવિટી તરીકે ગણવામાં આવે છે. વર્ષો પહેલા ઔદ્યોગિક એકમ તરીકે જ તેઓને GIDCમાં પ્લોટ એલોટમેન્ટ થયું હતું, પરંતુ ગુજરાતમાં GIDC દ્વારા તેઓના કેટલાક એકમોને વ્યવસાયિક એકમ માનીને નોટિસ આપવામાં આવી રહી છે. આથી ઓટોમોબાઇલ સેલ્સ એન્ડ સર્વિસને (Automobile Sales & Service) GIDC દ્વારા પણ એમએસએમઇ (MSME) એકટીવિટી માનવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

પ્લોટની ફાળવણી વગેરે મામલે રજૂઆતો કરવામાં આવી

ઓપન હાઉસમાં સચિન, પાંડેસરા, કતારગામ, મિયાગામ અને સાયણ GIDCના હોદ્દેદારો તેમજ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેઓએ પોતપોતાની GIDC સંબંધિત વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. GIDCમાં પાયાની માળખાગત સુવિધા, પ્લોટ ટ્રાન્સફર, અનયુટીલાઈઝ્ડ પેનલ્ટી, સર્વિસ ચાર્જ, સબડિવિઝન પોલિસી, ટ્રાન્સફર ફી અને GIDCમાં બાગબગીચા વિકસાવવા માટે કોમન પ્લોટની ફાળવણી વિગેરે મામલે રજૂઆતો કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details