ગુજરાત

gujarat

ETV Bharat / city

આત્મનિર્ભર: સુરતમાં N-95 કરતા ખાદીના માસ્કની ડિમાન્ડ વધી - સુરતના તાજા સમાચાર

લોકડાઉનની પરિસ્થિતિમાં વેપાર કરવાનું ઉદાહરણ સુરતની દીપ્તિ ભાલાળાએ પૂરું પાડ્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં બ્યૂટિક ચલાવતી દીપ્તિ ભાલાળાએ ખાસ ડિઝાઇન કરી ખાદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. આ માસ્કની ખાસિયત છે કે, આ સંપૂર્ણ રીતે ખાદીના કાપડનાં 2 લેયરથી તૈયાર કરવામાં આવ્યાં છે. જે ભીષણ ગરમીમાં ચહેરા પર ઠંડક આપે છે.

ETV BHARAT
આત્મનિર્ભર: સુરતમાં N-95 કરતાં ખાદી માસ્કની માગ વધુ

By

Published : May 14, 2020, 5:12 PM IST

સુરત: જે આપદાને અવસરમાં બદલે તેને આત્મનિર્ભરતા કહેવાય છે અને આ આત્મનિર્ભરતા સુરતમાં જોવા મળી છે. સુરતમાં 'ખાદી માસ્ક' તૈયાર થઈ રહ્યા છે. આ માસ્ક કોરોના વાઇરસ અને ભીષણ ગરમીમાં રાહત આપનારા છે. સમગ્ર દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસને નાથવા માટે દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે ઉદ્યોગ-ધંધાઓ બંધ પડ્યા છે. આવા સમયે ભારે માગ વચ્ચે સુરતની દીપ્તિ ભાલાળા દરરોજ હજારોની સંખ્યામાં માસ્ક તૈયાર કરી રહ્યાં છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં દેશવાસીઓને આત્મનિર્ભર થવા આહ્વાન કર્યું હતું. જેને લઇને લોકડાઉનની પરિસ્થિતિમાં પણ કેવી રીતે વેપાર કરી શકાય, એનું ઉદાહરણ સુરતની દીપ્તિ ભાલાળાએ પૂરું પાડ્યું છે. આવી વિકટ પરિસ્થિતિમાં બ્યૂટિક ચલાવતી દીપ્તિ ભાલાળાએ ખાસ ડિઝાઇન કરી ખાદીના માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. આ માસ્કની ખાસિયત છે કે, આ સંપૂર્ણ રીતે ખાદીના કાપડનાં 2 લેયરથી તૈયાર કરવામાં આવ્યાં છે. જે ભીષણ ગરમીમાં ચહેરા પર ઠંડક આપે છે.

સુરતમાં N-95 કરતા ખાદીના માસ્કની ડિમાન્ડ વધી

લોકોને કમ્ફર્ટેબલ અનુભવ થાય અને ઓક્સિન સરળતાથી મળી રહે, એ પ્રકારે આ માસ્કની ડિઝાઇન બનાવવામાં આવી છે. મોટાભાગના લોકો ગરમીઓમાં ખાદી પર પોતાની પસંદગી ઉતારતા હોય છે. એવામાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે લોકો સ્વદેશી અપનાવે, એ હેતુથી આ ખાસ ખાદી માસ્ક તૈયાર કરવામાં આવ્યાં છે. આ માસ્કનો ઉપયોગ મેડિકલ સ્ટાફ સહિત કોરોના વોરિયર્સ પણ કરી રહ્યા છે. કારણ કે, આ માસ્કને બીજી વખત પણ ઉપયોગમાં લઇ શકાય છે.

ખાદીની કિંમત ઊંચી હોય છે, પરંતુ આ માસ્ક બજારમાં મળતાં અન્ય માસ્ક કરતા પણ સસ્તા છે. જેથી આ માસ્કની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. આ માસ્કની માગ વધવાથી દિપ્તીબેન દરરોજ 10,000 જેટલા માસ્ક પોતાના ઘરે બનાવે છે.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સ્વદેશી અને આત્મનિર્ભર શબ્દો પર ભાર મૂકયો હતો, ત્યારે સુરતમાં તૈયાર થતાં આ ખાદી માસ્ક તેનું ઉત્તમ ઉદાહરણ છે. આવનાર દિવસોમાં ખાદી માસ્કની જેમ લોકો સ્વદેશી વસ્તુઓ અપનાવશે એવા લક્ષણો સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details