- આડીના કારણે મંદીથી પસાર થઈ રહેલા કાપડ ઉદ્યોગમાં પણ ઉત્સવનો માહોલ
- 5000 થી લઈ 10 લાખ સાડીઓના ઓર્ડર મળ્યા
- કારીગરો મોટા પાર્સલો પેક કર્યો
સુરત: બે વર્ષથી કોરોનાકાળના કારણે કાપડ ઉદ્યોગની સ્થિતિ દયનીય બની હતી. ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનનું માનીએ તો 15 હજાર કરોડનું નુકસાન કાપડ ઉદ્યોગને થયું છે. દેશભરમાં કોરોનાના કેસ ઓછા થતા હવે કાપડ ઉદ્યોગમાં નવી આશા જાગી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં એક માસ સુધી ઉજવવામાં આવતા આડીની સીઝનને લઈને કાપડ ઉદ્યોગમાં ખરીદી નીકળી છે. લગભગ એક વર્ષ બાદ સુરતના કાપડ માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશ,તેલંગણા અને ખાસ કરીને હૈદરાબાદના વેપારીઓ જથ્થામાં ઓર્ડર આપી રહ્યા છે. સોશિયલ મીડિયા થકી અને રૂબરૂ આવીને સુરતના સાડીના વેપારીઓને દક્ષિણ ભારતના વેપારી ઓર્ડર આપતા થયા છે. કોરોનામાં લોકડાઉનના કારણે જે સાડીઓનો જથ્થો એક પ્રકારે સીઝ થઈ ગયો હતો તે પણ હવે આડીની ડિમાન્ડના કારણે નીકળવા લાગ્યો છે.
આ પણ વાંચો : #JeenDo: સમાજ અને પ્રસાશન ગુન્હા થયા બાદ જ કેમ જાગે છે
300 થી લઈને 500 રૂપિયાની સાડીની ડિમાન્ડ
સુરતના કાપડના વેપારી કૈલાશ હકીમે જણાવ્યું હતું કે, દક્ષિણમાં આડી સીઝનને લઈ સાડીઓની ડિમાન્ડમાં વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો પરંતુ અત્યારે માર્કેટોમાં રોનક ફરી જોવા મળી છે. અને બહારના વેપારીઓ સુરતની તમામ દુકાનોમાં જોવા મળે છે. જુના માલ જે ઘણા સમયથી પડ્યા હતા તે હાલ ડિમાન્ડના કારણે નીકળી રહ્યો છે . આ સિઝનમાં 300 થી લઈને 500 રૂપિયાની સાડીની ડિમાન્ડ મોટી સંખ્યામાં આવી રહી છે. ખાસ કરીને હૈદરાબાદથી વેપારીઓ આ સીઝન માટે ખરીદી કરવા આવી રહ્યા છે. ઉત્તર ભારતમાં પણ રક્ષાબંધન અને ત્રીજની ખરીદી માટે વેપારીઓએ ઓર્ડર આપ્યા છે.
દક્ષિણ ભારતના આડી ઉત્સવના કારણે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાંચ હજાર થી લઈ દસ લાખ સાડીઓની ડિમાન્ડ આ પણ વાંચો : Tokyo Olympics 2020: હોકી ટીમની જીત પર જશ્ન, PM મે કહ્યું -આ નવું ભારત છે
આ વખતે ખરીદી સારી છે
આ દક્ષિણ ભારતના વેપારીઓને સુરતના કાપડના વેપારીઓ સાથે મેળવનાર એજન્સીના વિકાસ જૈને જણાવ્યું હતું કે , આ વખતે ખરીદી સારી છે. કોરોના ના કારણે આ સિઝનમાં ખરીદી થઈ શકી નહોતી. પરંતુ આ વર્ષે પાંચ હજારથી લઇને દસ લાખ સુધી સાડીઓના ઓર્ડર દક્ષિણ ભારતના વેપારીઓ આપી રહ્યા છે.