- ડિલિવરી ચાર્જમાં વધારો કરતા કાપડ વેપારી અને વિવર્સ સામે સામે આવી ગયા
- કાપડના વેપારી સંગઠનો દ્વારા બનાવાયેલા સંયુક્ત સંગઠન વેપારી એકતા મંચ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો
- વિવાદ આટલી હદે વધી ગયો કે વેપારીઓએ ધારાધોરણ તૈયાર કર્યા
સુરત: સુરતના વિવર્સ એસોસિએશન દ્વારા ડિલિવરી ચાર્જ પર પ્રતિ મીટર દસ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને કાપડના વેપારીઓ અને વિવર્સ વચ્ચે ગજગ્રાહની સ્થિતિ સર્જાઈ છે. વિવાદ આટલી હદે વધી ગયો છે કે, વેપારીઓએ ધારાધોરણ તૈયાર કર્યા છે. એટલું જ નહીં ધારાધોરણનું પાલન નહીં કરનારા અન્ય વેપારીઓ જોવી વર્ષ પાસેથી ગ્રેની ખરીદી કરશે તો તેમની ઉપર દબાણ લાવવાની પણ વાત કરવામાં આવી છે. સાથે વેપારી સંગઠનોને નિર્ણય લીધો છે કે, 1 એપ્રિલથી ફિનિશ કાપડની ડિલિવરી લેવામાં આવશે નહીં.
કાપડના વેપારીઓ દ્વારા એકતા મંચ બનાવવામાં આવ્યો
વિવર્સ દ્વારા પ્રતિ મીટર દસ પૈસા ડિલિવરી ચાર્જમાં વધારો કરતા કાપડ વેપારી અને વિવર્સ સામે સામે આવી ગયા છે. છેલ્લા એક મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે કાપડના વેપારીઓ દ્વારા એકતા મંચ બનાવવામાં આવ્યો છે. જેમાં અનેક વેપારીઓ-વિવર્સ આ નિર્ણયના વિરોધમાં એક થયા છે. વિવર્સ દ્વારા ડિલિવરી ચાર્જના વિરોધમાં ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યા છે. જેથી જ્યાં સુધી વિવર્સ આ નિર્ણય પાછા નહીં લે તે માટે અનેક નિયમો આ સંગઠનો દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:કાપડ વેપારીઓમાં વિવાદ : ફોસ્ટા પદાધિકારીઓની ચૂંટણીની માગ સાથે પોસ્ટર લાગ્યાં