સુરતઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે (Arvind Kejriwal Surat Visit) પહોંચ્યા છે. તેવામાં આજે (ગુરુવારે) તેઓ ગુજરાતના રાજ્ય સંગઠન સાથે ચૂંટણી (Gujarat Assembly Election 2022) અંગે સમીક્ષા બેઠક યોજશે. સાથે જ તેઓ ગુજરાત માટે પહેલી ગેરન્ટીની જાહેરાત પણ (Important announcement for Gujarat of AAP) કરશે, જેની પર સૌની નજર ટકેલી છે.
કેજરીવાલની વીજળી મફત આપવાની જાહેરાત -300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. કેજરાવાલે સુરતમાં કહ્યું કે જીતના 3 મહિનાની અંદર વીજળી મફત આપશું અને 24 કલાક વીજળી મળશે અને એ પણ મફત મળશે. જેમ દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે. જે વિશ્વમાં પ્રથમ વાર છે. મફત વીજળી આપવું એ મેજિક છે ઉપરવાળા એ આ વિદ્યા માત્ર મને આપી છે. 31 ડિસેમ્બર સુધી ના તમામ ડોમેસ્ટિક બિલ માફ 70 થી 80 ટકા બિલ બોગસ હોય છે. વીજળી મુદ્દે ત્રણ ગેરંટી આપી છે. 300 યુનિટ મફત વીજળી, 24 કલાક વીજળી,31 ડિસેમ્બર સુધી પેન્ડિંગ બિલ માફ કરવામાં આવશે. ખેડૂતો માટે જે વીજ મુદ્દો છે તેના માટે ફરી અમે આવીશું.
અનેક અગ્રણીઓ AAPમાં જોડાય તેવી શક્યતા - દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં વીજળી અંગે મોટી જાહેરાત(Big announcement on electricity in Gujarat of AAP) કરશે. સાથે જ આજે સહકારી ક્ષેત્રના દિગ્ગજ અગ્રણીઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. જોકે કહી શકાય છે કે, ગુજરાતમાં કૉંગ્રેસની નબળી સ્થિતિ જોવા મળી રહી છે. આથી હવે આમ આદમી પાર્ટી તેનો લાભ ઊઠાવી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પરિણામ લાવવાનો પ્રયાસ કરી રહી છે.