ગુજરાત

gujarat

By

Published : Jan 30, 2021, 3:05 PM IST

ETV Bharat / city

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં બારડોલીથી સાંસદ પ્રભુ વસાવાની હાર

સુરત ડિસ્ટ્રીક બેંકની 18 બેઠકોમાં પાંચ બેઠકો બિન હરીફ ચૂંટાઇ હતી જયારે 13 બેઠકોનું પરિણામ આજે શનિવારે જાહેર થયું છે. આ ચૂંટણીમાં 13 બેઠકો પર આ 28 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જોવા મળી હતી.

પ્રભુ વસાવાની હાર
પ્રભુ વસાવાની હાર

  • બેંકના વર્તમાન ચેરમેન સંદિપ દેસાઇ શરૂઆતથી જ બિન હરીફ રહ્યા
  • 13 બેઠકો ઉપરથી 28 ઉમેદવારોનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું હતું
  • પલસાણામાં રમેશ પટેલ અને કેતન પટેલ બન્ને વચ્ચે ટાઈ થઈ હતી
    સંદિપ દેસાઇ સંદિપ દેસાઇ

સુરત: સહકારી ક્ષેત્રના રાજકારણની તિજોરી સમાન સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીનું આજે શનિવારે પરિણામ આવ્યું છે. આ ચૂંટણીની સૌથી અગત્યની વાત એ છે કે બારડોલીથી સાંસદ તરીકે ચૂંટાયેલા પ્રભુ વસાવા આ બેંકના ડિરેક્ટર બની શક્યા નથી. તે આ બેંકની ચૂંટણીમાં હારી ગયા છે, જે ભાજપ માટે ખૂબ જ આઘાતજનક વાત કહી શકાય છે. 18 બેઠકોમાંથી ભાજપ પ્રેરિત સહકાર પેનલે 14 બેઠક મેળવી છે પરિણામ આવતા જ બેંકની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

પાંચ બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના કુલ 18 ડિરેકટરો માટેની જાહેર કરવામાં આવેલી ચૂંટણીમાં પાંચ બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી. સહકારી ક્ષેત્રના રાજકારણના વર્ચસ્વ સન્માનનીય ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બેંકના હોદ્દેદારોની વહીવટની અણઆવડત જ્યારે બીજી તરફ ભાજપ પ્રેરિત સહકાર પેનલ દ્વારા બેંકના વિકાસના ગુણગાન ગાઈ મતદારોને છેલ્લી ઘડી સુધી રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બારડોલીનાં સાંસદ પ્રભુ વસાવાની હાર

બેંકના ચેરમેન નરેશ પટેલ તેમજ બારડોલીના દીપક પટેલ, નયન ભરતીવાળા અને ઓલપાડ બેઠકના ઉમેદવાર અને ધારાસભ્ય મુકેશ પટેલ પણ બિનહરીફ રહ્યા હતા. આમ કુલ 5 બેઠકો બિનહરિફ થયા બાદ હવે 13 બેઠકો ઉપરથી 28 ઉમેદવારોનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું હતું. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો માંડવી બેઠક ઉપર સાંસદ પ્રભુ વસાવા સામે અન્ય બે ઉમેદવારો પણ હોવાથી ત્યાં ત્રિપાંખિયો જંગ જોવા મળી છે. જેમાં બારડોલીનાં સાંસદ પ્રભુ વસાવાની હાર થઈ છે અને આ બેઠક પરથી નરેન્દ્ર મહિડાની જીત થઈ છે. આ અંગે બેંકના ડિરેક્ટર સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રભુ વસાવાની હારે આઘાતજનક છે અને આવનાર દિવસોમાં અમે આ હાર પાછળનું કારણ શું છે તે અંગે સમીક્ષા કરીશું.

પલસાણામાં રમેશ પટેલ કેતન પટેલ બન્ને વચ્ચે ટાઈ થઈ હતી

અન્ય બેઠકોની વાત કરવામાં આવે તો કામરેજ બેઠક પર બળવંત પટેલ 12 મત મેળવ્યા હતા. જ્યારે તેમની સામે મનહર પટેલને માત્ર 4 મત મળ્યા હતા. માંગરોળ બેઠકની વાત કરવામાં આવે તો દિલીપસિંહને 21 મત અને તેમની સામે કિશોરસિંહને 17 મત મળ્યા હતા. કામરેજ બેઠક પર અશ્વિન પટેલને 60 મત અને કિરીટ પટેલને 62 મત મળ્યા હતા. પલસાણામાં રમેશ પટેલ, કેતન પટેલ બન્ને વચ્ચે ટાઈ થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details