ગુજરાત

gujarat

ETV Bharat / city

આહાર શ્રુખલા જળવાઇ રહે માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી હરણને વનમાં કરાયા મુક્ત - Deer

આહાર શ્રુખલાને યથાવત કરવા માટે તેમજ માનવીનો વન્ય પ્રાણીઓ સાથેનો સંઘર્ષ નિવારવા માટે સુરતના વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન(Vansda National Park)માં હરણ(Deer) પ્રજનન કેન્દ્ર શરૂ કરાયું છે. જે અંતર્ગત વધુ 7 હરણને વનમાં મુક્ત કરાયા છે. આ હરણ(Deer) ચિત્તલ પ્રજાતિના છે.

આહાર શ્રુખલા જળવાઇ રહે માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી હરણને વનમાં કરાયા મુક્ત
આહાર શ્રુખલા જળવાઇ રહે માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી હરણને વનમાં કરાયા મુક્ત

By

Published : Jul 4, 2021, 10:12 AM IST

  • સુરત નેચર ક્લબ અને વલસાડ વન વિભાગ સંયુક્ત રીતે હરણ ઉછેર કેન્દ્ર વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચલાવે છે
  • કેન્દ્રમાંથી હાલ સુધી 32 હરણ અને 7 હરણ સાથે કુલ 39 હરણ મુક્ત કરવામાં આવ્યા
  • અગાઉ 3 ચૌસિંગા હરણ પણ સોફ્ટ રિલીઝ કરાયા હતા


સુરત: છેલ્લા ઘણા વર્ષોથી સુરત નેચર ક્લબ અને વલસાડ વન વિભાગ સંયુક્ત રીતે હરણ ઉછેર કેન્દ્ર(Deer Breeding Center) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન (Vansda National Park) ખાતે ચલાવી રહ્યા છે. જેને અન્ય સંસ્થાઓનો સહયોગ પણ મળી રહ્યો છે. આ હરણ(Deer) ઉછેર પરિયોજનાના ભાગરૂપે વધુ 7 ચિત્તલ હરણને વનમાં છોડવામાં આવ્યા છે. જેમાંથી 3 નર અને 5 માદા હરણ(Deer)ને જંગલમાં સોફ્ટ રિલીઝ કરાયા છે.

આહાર શ્રુખલા જળવાઇ રહે માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી હરણને વનમાં કરાયા મુક્ત

આ પણ વાંચોઃદક્ષિણ ડાંગના વાંસદા નેશનલ પાર્કમાં 50 વર્ષ બાદ ઢોલ પ્રજાતિનાં બે એશિયાટીક "વાઈલ્ડ ડોગ" દેખાયા

અગાઉ 3 ચૌસિંગા હરણ પણ સોફ્ટ રિલીઝ કરાયા હતા

આ કેન્દ્રમાંથી અત્યારસુધી 32 હરણ અને 7 હરણ(Deer) સાથે કુલ 39 હરણ (Deer)મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ 3 ચૌસિંગા હરણ (Deer)પણ સોફ્ટ રિલીઝ કરાયા હતા. વાંસદાના જંગલોમાં મળતી 3 પેકી 2 પ્રજાતિના હરણ(Deer)ને નેચર ક્લબ સુરત સફળતા પૂર્વક પ્રજનન કરીને વનમાં મુક્ત કરી રહ્યું છે.

આહાર શ્રુખલા જળવાઇ રહે માટે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી હરણને વનમાં કરાયા મુક્ત

આ પણ વાંચોઃઅસમ: કાજીરંગા નેશનલ પાર્ક 70 ટકા પાણીમાં ગરકાવ, પ્રાણીઓને સુરક્ષિત સ્થાને ખસેડ્યા

દરેક હરણ પરના ટપકાની પેટર્ન પણ અલગ અલગ જોવા મળે છે

નેચર કલબ સુરતના સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, ચિત્તલ હરણ (Deer)મોટે ભાગે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. જેમાં નર હરણ(Deer)ને શિંગડા હોય છે, જ્યારે માદા હરણ(Deer)ને શિંગડા હોતા નથી. હરણની આ પ્રજાતિ જો કોઈ શિકારી નજીક જાનવર આવે તો બાકીના ઝુંડને અવાજ કરીને ચેતવણી પણ આપે છે. દરેક હરણ(Deer) પરના ટપકાની પેટર્ન પણ અલગ અલગ જોવા મળે છે. આ પ્રોજેકટ વનની જૈવ-સમતુલા જાળવવા માટે ઘણો અગત્યનો ભાગ ભજવે છે.

ABOUT THE AUTHOR

...view details