ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં પોકસોના આરોપીનું ડેથ વોરંટ ઈશ્યુ કરાયુ - Death warrant issue

ગુજરાતમાં પ્રથમ વખત પોક્સો કેસમાં દુષ્કર્મના દોષીને 29 ફેબ્રુઆરી 2020ના રોજ સવારે સાડા ચાર કલાકે સંભવિત ફાંસી આપવામાં આવી શકે છે. સુરતના બહુચર્ચિત લીંબાયત વિસ્તારના કેસમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે સુરત પોકસો કોર્ટે આરોપી અનિલ યાદવનું ડેથ વોરંટ ઈશ્યુ કર્યું છે. આરોપી અનિલ યાદવને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી શકે છે.

Surat
પોકસોના આરોપીનું ડેથ વોરંટ ઈશ્યુ

By

Published : Jan 30, 2020, 8:05 PM IST

સુરત: સુરત પોક્સો કોર્ટે આજે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે ગુનેગારને ફાંસીની સજા માટે ડેથ વોરંટ ઈશ્યુ કર્યું છે. આરોપીને 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી શકે છે. જે અંગે એડીશનલ સેશન્સ જજે આદેશ કર્યો છે. ઓક્ટોબર 2018માં ગોડાદરામાં બનેલી આ ઘટનાના સંદર્ભે આરોપી અનિલ યાદવને સુરત કોર્ટે ફાંસીની સજાની ફટકારી હતી. સુરત કોર્ટના ચૂકાદાને ગુજરાત હાઈકોર્ટે પણ યથાવત રાખ્યો હતો.

સુરતમાં પોકસોના આરોપીનું ડેથ વોરંટ ઈશ્યુ

સરકારી વકીલે આરોપી અનિલ યાદવના ડેથ વોરંટ માટે અરજી કરી હતી. જેને માન્ય રાખીને કોર્ટે ડેથ વોરંટ ઈશ્યુ કર્યું છે. આગામી 29 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે આરોપી અનિલ યાદવને ફાંસી આપવામાં આવી શકે છે. જોકે, આરોપી પાસે પોતાના બચાવ માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે.

ABOUT THE AUTHOR

...view details