14 ઓક્ટોબરે સુરતના એક વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરીને થેલીમાં નાખી ગયેલા આરોપી અનિલ યાદવને બુધવારે સુરત કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર સ્પીડ ટ્રાયલ માટે આદેશ કર્યા હતા. આ ઘટના બાદ આરોપી અનિલ યાદવ બિહારના બક્સર નાસી છૂટ્યો હતો અને પોલીસે તેના ઘરથી બાર કિલોમીટર દૂર મિત્રના ઘરેથી ઝડપી પાડ્યો હતો, ત્યારબાદ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. આરોપીએ પોતાના ગુનાની કબુલાત કરતાં જણાવ્યું કે, બાળકી સાથે આ અપરાધ કરતાં પહેલા તે પોતાના મોબાઇલમાં અશ્લિલ ફિલ્મો જોઇ રહ્યો હતો. તે દરમિયાન બાળકી તેના રૂમમાં આવી જતાં જધન્ય અપરાધને અંજામ આપ્યો હતો. અનિલે વધુમાં જણાવ્યું કે, દુષ્કર્મ આચર્યા બાદ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હતી.
3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં સુરત કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, આરોપીને સજા-એ-મોત - rape case
સુરતઃ સમગ્ર દેશ સહિત રાજ્યમાં દુષ્કર્મ કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરના એક વિસ્તારમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનારા ચકચારી પ્રકરણમાં સુરત એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા ફક્ત આઠ મહિનામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કૃત્ય કરનારા નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
સુરતમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા થઈ ગઈ છે, ત્યારે સુરતમાં પ્રથમ વાર દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં કોર્ટે આરોપી અનિલ યાદવને ફાંસી ફટકારી કેસને રેર ઓફ દી રેર ગણાવ્યો છે. આ અંગે એડિશનલ સેશન્સ કોર્ટના જજ પી. એસ. કાલાએ આરોપીને કેપિટલ પનીશમેન્ટની સજા ફટકારતા કહ્યું હતું કે, નાની બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. સુપ્રીમ કોર્ટ પણ નિર્ભયા કેસ બાદ હત્યા અને દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરી છે, ત્યારે હાલના આરોપી માટે મોત સિવાય બીજી કોઈ સજા હોઈ શકે નહીં.
સુરતમાં ચકચાર મચાવનારી આ ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયો હતો અને પોલીસે તેના મિત્રના ઘરેથી ધરપકડ કરી હતી. આ કેસમાં નજરે જોનારા કોઇ સાક્ષી નહીં હોવાને કારણે પોલીસે સાયોગિક પુરાવાને આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં કુલ 35 સાક્ષીઓ હતા. પોલીસે FSLનો રિપોર્ટ, ઘટના સ્થળ પરથી મળેલા પુરાવા, બાળકીના પિતાનું નિવેદન, પાલેજ સ્ટેશનના CCTV ફુટેજ અને આરોપીની કોલ ડિટેલને આધારે બનાવી કોર્ટમાં એક જ મહિનામાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ સમગ્ર પુરાવાને આધારે કોર્ટે આઠ મહિનામાં જ ફાંસીની સજા ફટકારી ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો હતો.