ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્મીમેર હૉસ્પિટલની આપવીતી સંભળાવનારા કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મોત - ગુજરાતની વિવાદિત હોસ્પિટલ

એક અઠવાડિયા પહેલા સ્મીમેર હૉસ્પિટલમાં આપવીતી સંભળાવનાર દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દર્દીએ ગંદકી, જમવા અને સારવારને લઈ સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત દર્દીએ એમ પણ કહ્યું હતું કે, અહીં રહેશે તો મોત આવી જશે એ વાત પણ કહી હતી.

smimer Hospital
સ્મીમેર હોસ્પિટલની બેદરકારી

By

Published : Jul 25, 2020, 8:05 PM IST

સુરતઃ સ્મીમેર હૉસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થયું હતું. આ દર્દીએ એક અઠવાડિયા પહેલા પોતાની આપવીતી વિશે જણાવ્યું હતું. જેમાં હૉસ્પિટલની ગંદકી સહિતના મુદ્દા વિશે જણાવ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીના મોત મામલે હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે પ્રતિક્રિયા જણાવ્યું કે, દર્દીને હૉસ્પિટલ તરફથી એ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે જે એક કોરોના દર્દીને આપવામાં આવે છે. સારવાર દરમિયાન સ્વાદ ઓછો થઈ ગયો હતો અને જેના કારણે તેઓને જમવાનું પણ ભાવતું નહોતું. જેથી તેને ઘરના જમવાનાની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. જે અંગે પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ ઘરના સભ્યો દૂર રહેતા હોય વ્યવસ્થા થઈ શકે તેમ નહોતી.

સ્મીમેર હૉસ્પિટલની આપવીતી સંભળાવનારા કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મોત

આ અંગે સુરત સ્મીમેર હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વંદના દેસાઈએ જણાવ્યું હતું કે, દર્દીની ફરીયાદને નિવારવા હૉસ્પિટલના RMOએ ત્વરિત મુલાકાત લીધી હતી. જ્યાં તમામ ફરિયાદોનું નિવારણ કરવામાં આવે છે. દર્દીને કોરોનાની બીમારીમાં સામાન્ય તકલીફ હતી કે, જેમ કે સ્વાદ ઓછો થઈ જવાથી જમવાનું ભાવતું નહોતું. જેના કારણે ઘરેથી જમવાની વ્યવસ્થા કરવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ તે શક્ય ન બન્યું. જેથી તેમને અનુરૂપ ભોજનની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. દર્દીના ખાટલા નીચે ગંદકીની ફરિયાદ હતી. જેની પણ સાફસફાઈ કરાવી દીધી હતી. પરંતુ દર્દીની હાલત પહેલેથી ગંભીર હતી. દર્દીને ડાયાબિટીસ અને કોવિડના કારણે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, કોવિડ માટેના તમામ ખાસ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જેથી દુર્ભાગ્યપૂર્ણ રીતે તેમણે બાઈપીપ અને બાદમાં વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની કિડની પણ ફેલ થઈ હતી, જેથી તેમનું મોત થયું હતું. અહીંના તમામ સ્ટાફે દર્દીની નાનામાં નાની બાબતે ધ્યાન આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details