ગુજરાત

gujarat

ETV Bharat / city

Dead Child Found in Surat : પાંડેસરામાં ભંગાર ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો - સુરતમાં બાળકોના મોત 2022

સુરતના પાંડેસરામાં કચરાના ઢગ પાસે એક ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે (Dead Child Found in Surat) વધુ તપાસ હાથ ધરી છે.

Dead Child Found in Surat : પાંડેસરામાં ભંગાર ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો
Dead Child Found in Surat : પાંડેસરામાં ભંગાર ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો

By

Published : Feb 8, 2022, 7:41 PM IST

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ કૈલાશનગર પાસે કચરાના ઢેર પાસે પડી રહેલી ભંગાર ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો (Dead Child Found in Surat) હતો. જેને લઇને પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. બાળકના મોતનું કારણ હજી સુધી જાણી (Child Death in Surat 2022 ) શકાયું નથી.

પોલીસે બાળકના પરિવારના શોધખોળ માટે આગળની તપાસ હાથ ધરી

લોકોએ જાણ કરી

બાળકનો મૃતદેહ (Dead Child Found in Surat) મળતા લોકો ચોકી ગયાં હતાં. જોકે પહેલાં લોકોએ બાળકને જીવંત સમજી 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ (Surat Crime News ) દોડતી થઇ ગઇ હતી. પોલીસે બાળકના મૃતદેહને 108માં સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો. આ બાબતે પોલીસે બાળકના પરિવારના શોધખોળ માટે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં એક બાળક માટે રજા બની સજા, મકાઈ પુલ પર સેલ્ફી લેવા જતા બાળક તાપી નદીમાં પડ્યો, 2 દિવસે મળ્યો મૃતદેહ

બાળક ડાયપર પહેરાવેલી હાલતમાં હતો

આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ડો. મહેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે નવજાત બાળકને મરણ હાલતમાં 108માં લાવવામાં (Dead Child Found in Surat) આવ્યો હતો. તપાસ કરતા બાળક (Child Death in Surat 2022 ) મરણ હાલતમાં જ હતો. બાળકનું વજન 1.8 કિલો હતું. બાળક ડાયપર પહેરાવેલી હાલતમાં જ હતો. બાળકના મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ (Surat Crime News ) કરવું જરૂરી છે.

આ પણ વાંચોઃ બાળકના મૃતદેહની શોધખોળ : ત્રણ બાળકોની કબર ખોદવામાં આવી, DNA ટેસ્ટ કરવાની માગ કરી

ABOUT THE AUTHOR

...view details