ગુજરાત

gujarat

ETV Bharat / city

કાશ્મીર અને આસામ સહિત દેશના કારીગરોને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડી રહી છે કેન્દ્ર સરકાર: દર્શના જરદોશ - સ્પેશિયલ ઈન્ટરવ્યૂ દર્શના જરદોશ

દેશના પૂર્વ અને ઉત્તરના રાજ્યો જેમાં આસામ અને કાશ્મીર આવે છે, તેના કારીગરોને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવા માટે સરકારની રણનીતિ શું છે. આ અંગે કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્યપ્રધાન દર્શના જરદોશ સાથે ETV Bharat ની ખાસ વાતચીત...

Exclusive Interview
Exclusive Interview

By

Published : Oct 24, 2021, 6:41 AM IST

Updated : Nov 20, 2021, 1:55 PM IST

  • દેશની અર્થ વ્યવસ્થામાં આ ઉદ્યોગ સિંહ ફાળો આપી શકે આ માટે કેન્દ્ર સરકાર બે મહત્વની યોજનાઓ લાવી
  • હેન્ડીક્રાફ્ટ સિવાય ટેક્સટાઈલના ઘણા બધા સેક્ટરો એવા છે જે ઓર્ગનાઇઝ્ડ નથી
  • ચાઇનાથી આયાત કરવામાં આવેલા કાપડ. જે વિયતનામ, ઇન્ડોનેશિયા, શ્રીલંકાથી દેશમાં કરોડો મીટર કાપડ આવી રહ્યું છે

સુરત: ખેતી પછી સૌથી વધુ રોજગાર ટેક્સટાઇલ ઉદ્યોગ આપે છે. GST બાદ આ ઉદ્યોગની સ્થિતિ કફોડી બની હતી. દેશની અર્થ વ્યવસ્થામાં આ ઉદ્યોગ સિંહ ફાળો આપી શકે આ માટે કેન્દ્ર સરકાર બે મહત્વની યોજનાઓ લાવી રહી છે. દેશના પૂર્વ અને ઉત્તરના દેશો જેમાં આસામ અને કાશ્મીર આવે છે તેના કારીગરોને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવા માટે સરકારની રણનીતિ શું છે. આ અંગે કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્યપ્રધાન દર્શના જરદોશ સાથે ખાસ વાતચીત...

કાશ્મીર અને આસામ સહિત દેશના કારીગરોને ગ્લોબલ માર્કેટ સુધી પહોચાડી રહી છે કેન્દ્ર સરકાર: દર્શના જરદોશ

સવાલ: કૃષિ પછી કાપડ ઉદ્યોગ સૌધી વધુ રોજગાર આપે છે, શું સરકાર પાસે ઉદ્યોગથી જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓના ડેટા છે ?

જવાબ: સૌથી પહેલાં જે લોકો હેન્ડલુમથી જોડાયેલ લોકો છે એ લોકોને અમે લોકોએ એક કાર્ડ આપ્યું છે. જેનું આધાર કાર્ડ જોડી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એ કામ ચાલી રહ્યું છે. દેશના લગભગ 35 લાખ લોકો જોડાઇ ગયા છે પરંતુ એમાં શું થાય કે આવા લોકો અન્ય કામો પણ કરતા હોય છે. હેન્ડલુમ સાથે સંકળાયેલા લોકો ખેતીનું પણ કામ કરતા હોય છે. સીઝનલ કામો કરી રોજગાર મેળવતા હોય છે. તો એમાં ડેટા મેળવવા મુશ્કેલીઓ આવતી હોય છે. એની માટે સરકારે વિચાર કર્યો પણ છે. હેન્ડલુમ બે પ્રકારના હોય છે. હેન્ડીક્રાફ્ટ સિવાય ટેક્સટાઈલના ઘણા બધા સેક્ટરો એવા છે જે ઓર્ગનાઇઝ્ડ નથી. તો એના આંકડાઓ બહાર લાવવા માટે કોઈ ટ્રેડિંગ, સ્પીનિંગ, ટ્વિસ્ટિંગ, પ્રોટેક્શન એટલે કે ફાઈબરથી ફિનિશના અંત સુધી યાર્નથી ફેબ્રિક બનાવવામાં આવે છે. તો એની માટે કમ્પોઝીટ યુનિટ ખૂબ જ ઓછી છે. પછી જ્યારે સાડી બનાવવામાં આવે તો ત્યારે તેમાં ઘણા શ્રમિકો પણ કામ કરે છે. તેઓ પાટલી કામ કરે છે. તો આ આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપી શકે તેવું મંત્રાલય છે. તો એની માટે અમે લોકોએ ઘણા કાર્યક્રમો કર્યા છે. જેના કારણે આગળના દિવસોમાં ટેક્સ્ટાઇલ સાથે સંકળાયેલા લોકોને એક નવી ઊંચાઈ જોવા મળશે.

સવાલ: દેશમાં વેપારીઓને સૌથી મોટું માથાનો દુખાવો બની રહ્યો હોય તો ચીનથી આયાત કરવામાં આવેલા કાપડ. જે વિયતનામ, ઇન્ડોનેશિયા, શ્રીલંકાથી દેશમાં કરોડો મીટર કાપડ આવી રહ્યું છે. જેથી વ્યાપારીઓની સમસ્યાઓ એ છે કે તેઓ બીજા દેશ સાથે કોમ્પિટિશન કરી શકતા નથી સરકાર આ બાબતે કેટલી સજગ છે ?

જવાબ: સરકાર દ્વારા બે સ્કીમ બનાવવામાં આવી છે. ખાસ આ માટે સરકાર PLI સ્કીમ લાવી છે. કારણ કે આખું વિશ્વ મેન મેડ ફાઇબરનો ઉપયોગ કરી રહ્યો છે તો આપણે ત્યાં કોટનના ઉત્પાદનના હિસાબે આપણે કોટનબેઝ ડેવલોપ કર્યું છે, તો ફેબ્રિક બનાવવા માટે જે રૉ મટીરીયલ જોઈએ છે તે ચીનથી આવતું હતું. જે અન્ય દેશોમાંથી લેવામાં આવતું હતું. તો એમાં વેલ્યુએડિશન કરી ત્યારબાદ તે ગ્લોબલ માર્કેટને કવર કરવામાં આવતું હતું. તો એની માટે સરકાર દ્વારા યોજનાઓ બનાવવામાં આવી છે. ઘણી ટેકનીક એવી છે, ખાસ અપગ્રેડેશન જેથી ઘણી લેટેસ્ટ મશીનો આવી કે અહીંયા જ કાપડ બનાવવામાં આવે, અહીં આત્મનિર્ભર બને અને અહીંથી આપણે કાપડને એક્સપોર્ટ કરી શકીએ તો આ અલગ-અલગ લોકો માટે યોજનાઓ બનાવવામાં આવી છે. જેમ એક રેડીમેઈડ ગારમેન્ટ જેનું ખૂબ જ મોટું સ્કોપ છે. પછી ટેક્નિકલ ટેક્સટાઈલ જેમ આપણે ટ્રાવેલિંગ માટે જઈએ તો તેમાં એરબેગ, આર્મીના કપડાઓ, PPE કીટ, મેડિકલ કપડાઓ બનાવવામાં આવે છે. તો આની માટે સરકાર PLI સ્કીમની યોજના બહાર પાડવામાં આવી છે. તો એમાં 100 થી 300 કરોડની છે. જેમાં પ્રથમ બે વર્ષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફ્રી અને પછી 300 કરોડમાં 15 ટકા અને 100 કરોડમાં 11 ટકાથી રિફન્ડ મેળવવાનું શરૂ થઈ જશે. એટલે કે ખાલી 25 ટકા બિઝનેસ ગ્રો કરવું પડશે. તો ગ્લોબલ માર્કેટ શું છે ? વિશ્વ શુ ઈચ્છે છે એની માટે આ યોજના બનાવી છે. બીજી યોજના વિશે અમે વિચાર કર્યો છે તે છે પીએમ મિત્ર યોજના. જ્યાં મોટો ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવે. જ્યાં લૉજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટ સાથે ટ્રેનિંગ અને સ્કિલ પણ મળી શકે. કર્મચારીઓ માટે રહેવાનું પણ મળી શકે ત્યાં લેટેસ્ટ મશીનો આવે. ROTCL અને રોપટેપની યોજનાઓ પહેલાથી ચાલી રહી છે. જે કોમર્સ મંત્રાલયની છે. જે ટેક્સટાઇલ માટે સમય વધારો કરવામાં આવ્યો છે. તો ટેક્સટાઇલ મંત્રાલય એવા ઘણા બધા એવા કામો કર્યા છે, જેથી આપણા દેશનું કાપડ વિદેશોમાં વેચાય આપણા ત્યાંનું રેડીમેટની માગ વધી છે અને જે રીતે કોરોના આવ્યો ત્યારે આપણે એક પણ PPE કીટ બનાવતા ન હતા અને હવે તેના પ્રોડક્શનમાં આપણે વિશ્વમાં બીજા ક્રમે આવી ગયા છીએ. તો આજ રીતે ધીરે- ધીરે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

સવાલ: બાંગ્લાદેશમાં રેડીમેટ કાપડની ભૂમિકા કોઈથી છુપાવવામાં આવી નથી. બાંગ્લાદેશના વિકાસ માટે ટેક્સટાઇલની સૌથી મોટી ભૂમિકા છે. 2019 માં 40 લાખ લોકોને આ જ ટેક્સ્ટાઇલ ક્ષેત્રે સૌથી મોટી રોજગારી આપી હતી. 2018 માં એક્સપોર્ટ કાપડનું યોગદાન 80 ટકા જેટલું રહ્યું છે. બાંગ્લાદેશમાં આજ સેક્ટરોમાં જે બુમ છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો ? તો આપણે ત્યાં પાછળ રહી ગયા છીએ ?

જવાબ: બાંગ્લાદેશ અવિકસિત દેશોમાં આવે છે, ત્યાં એક પણ ટેક્સસિસ નથી પણ આપણે ત્યાં આવું નથી. આપણે જે રીતે વ્યવહાર બનાવવામાં આવે. જે અન્ય દેશો સાથે રાખવું પડે છે. તો એમાં તો આવું કદી નહીં કરી શકીએ કે ભારત દેશને નુકસાન થાય તો અન્ય દેશોને આવવા માટે મંજૂરી આપીએ તો બન્ને બાજુની વાતો કરવામાં આવતી હોય છે. બિઝનેસ સંબંધોમાં બન્ને બાજુ જવું પડતું હોય છે અને એમાં કોમર્સ મિનિસ્ટર ખૂબ જ સરસ રીતે કામ કરી રહી છે. પહેલીવાર એવું બન્યું છે કે જે બિઝનેસમાં ખોટ થઈ હોય તો તેને જોવા માટે ડિજિટીઆર જે નક્કી કરે છે પોતાના માપદંડ બનાવવામાં આવ્યા હોય તે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યું છે. તો પહેલી વખત એવું બન્યું કે ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સાથે છે. બન્ને મંત્રાલયને એક સાથે આવવાના કારણે જે રિઝલ્ટ આપે આપી શકતા ન હતા તે થયું છે. અત્યારે સરકારે વિસકોઝની ઉપર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ઉપર જ ખૂબ જ મહત્વનો નિર્ણય જે સુરતના તરફથી માત્ર બે વખતની રજૂઆત બાદ આ નિર્ણય લીધો હતો. કારણ કે એમને ખબર હતી જે યાર્ન જોઈએ છે તે માત્ર એક જ કંપની બનાવે છે. તેથી કોમ્પિટિશનમાં પહોંચી શકાતું ન હતું. તેમની 35 ટકા ડિમાન્ડ માનવામાં આવતી હતી, તો બાકીના માલ માંગવામાં આવતું હતું. એમને કહેવામાં આવ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાવીને વેલ્યુએડિશન એડ કરીને ફરી એક્સપોર્ટ કરતા હતા. તો એમ લોકો એમને મંજૂરી આપી દીધી હતી. તો બધી જગ્યા ઉપર એવું છે કે કોટન ઉપર જે કાપડ બનાવવામાં આવે છે તે લોકોને લેટેસ્ટ ટેક્નોલોજી સાથે આગળ વધવું છે. તેને રેડીમેઈડમાં જોયું છે. નોયડા, ત્રિપુરા હાલ મેં બડોલેન્ડ જઈને આવી જ્યાં સિલ્ક બનાવવામાં આવે, બેંગલુરુમાં સિલ્ક બનાવવામાં આવે છે. પંજાબ લુધિયાના જ્યાં નિટિંગ ઇન્ડસ્ટ્રી વધારે છે. તો બધી જગ્યાઓ પર એવું છે જ્યાં ધીરે-ધીરે વિકાસ થયો છે. એમને જે સપોર્ટ સરકાર તરફથી જોઈએ અને આ જ સરકાર એવી છે જે બન્ને બાજુથી કામ કરે છે. સમસ્યાઓ સાંભળવામાં પણ આવે અને તેનું નિરાકરણ પણ લાવવામાં આવે છે. GST બાદ કાપડ ઉદ્યોગ સૌથી વધારે અસરગ્રસ્ત રહ્યું તેમ છતાં અમે સમાધાન લાવતા ગયા અને ઉદ્યોગને ખુબ જ પ્રગતિ અપાવી છે.

સવાલ: જ્યારથી મોદી સરકાર આવી ત્યારથી ચીનથી જે કાપડ આવતા હતા એની ઉપર કન્ટ્રોલ કરવામાં અમે કેટલા કામયાબ બન્યા છીએ ?

જવાબ: ખૂબ જ, કારણ કે ચીનની કોઈ એક કંપનીથી માલ આવતો હતો. એ જ રીતે અન્ય રાજ્યની કોઈ બીજી કંપની હોય તો ત્યાંનું સર્ટિફિકેશનની સમસ્યા અહીં આવતી પરંતુ અમે માંગ્યું અહીંયાંથી જ્યારે વિદેશમાં કાપડ એક્સપોર્ટ કરવું હોય તો અમારે પણ બધા જ પ્રકારના માપદંડો માનવા પડતા હતા. તો અમે અમારી ક્વોલિટીને કંટ્રોલ કરીએ છીએ જ્યાં આ લોકોએ તે જ કર્યું છે. અમને પણ ક્વોલિટી જોઈએ. ત્યાં સસ્તો માલ અમને આપી જાય અહીંયા પ્રોડક્શનમાં પણ તેની અસર જોવા મળે તો એ બધાની ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને જે સમસ્યાઓ આવશે તેનું સમાધાન કરતા જઈએ છીએ.

સવાલ: કાપડની કારીગરીની વાત કરવામાં આવે તો આસામ અને ખાસ કરીને કાશ્મીર ત્યાંની કારીગીરી વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેને મૂળધારામાં લાવવા માટે ત્યાંના લોકોને રોજગારી મળી શકે તેની માટે સરકાર કઈ રીતે કામ કરી રહી છે ?

જવાબ: હું જમ્મુ-કાશ્મીર અને આસામ બને જગ્યાઓ પર ફરીને આવી છું. આસામની સમસ્યા એ છે કે તેમણે પોતાની માટે કાપડ બનાવ્યા અને આપણી જ માટે વેચ્યું. તેઓ એક ડિઝાઇનથી આગળ વધી શક્યા નથી. ત્યાં મૂંગા, કોસા, મલબરી બને છે. ત્યાં કુકુનનું પ્રોડક્શન ખૂબ જ વધારે છે. ગવર્મેન્ટે સપોર્ટ પણ કર્યો પણ તેઓ પોતાના હિસાબથી પોતાના ડિઝાઇન બનાવે પણ ગ્લોબલ માર્કેટને કઈ રીતેનું ડીઝાઈન જોઈએ છે એ ત્યાંના લોકોને ખબર નથી. એ જ રીતનું પશ્મિના પણ છે. પશ્મિના શાલ ખૂબ જ મોંઘી આવતી હોય છે. હવે જુઓ પંજાબમાં કાંતો આપણે ત્યાં જે મશીનો હોય ત્યાં પણ બની જાય છે. જે લોકો કારીગરી કરતા હોય છે. કાશ્મીરના લોકો જે મહિલા ખેતી પણ કરે છે અને આ કામ પણ કરે છે તો હવે એમને કોમ્પિટિશન કરવું છે અમારી એમરોડરી મશીન સાથે. તો એ સુરતમાં ખૂબ જ ચાલી રહી છે. તો હવે અહીંયા પણ કાશ્મિરી શાલ મળી રહી છે અને કાશ્મીર શાલ બનાવવામાં કેટલો સમય લાગે છે તો એમને એમની કળામાં ઘણો સમય લાગે છે. તેમનું માર્કેટ છે UK, યુરોપ તો ત્યાં જ ઠંડા પ્રદેશો છે. એ લોકોની જે રીતે માગ છે તે રીતે તેમને એક પ્લેટફોર્મ આપી શકાય છે. એક્સપોર્ટ કરવા માટે ખૂબ જ વધ્યું છે. સ્કીલ ડેવલ્પમેન્ટ સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર આપી રહ્યા છે. ત્યાંના રાજકીય હાલ તો એવી છે કે જેને કારણે તેમનું એક્સપોર્ટ બે ત્રણ લોકોના હાથમાં હતું. તેના બદલામાં સરકારના સપોર્ટથી વધારે લોકો એમાં રસ બતાવે, વિશ્વ જાણે છે કે ત્યાંના કારીગરી કઈ છે તો આવે ત્યાંના લોકોને માર્કેટ મળતું જશે.

સવાલ: બનારસની વાત કરવામાં આવે તો ત્યાં બુનકરોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને પરંપરાગત ઉદ્યોગ છોડી અન્ય ઉદ્યોગમાં જઈ રહ્યા છે, એમની માટે સરકારે કઇ રીતે વિચાર કર્યો છે ?

જવાબ: જ્યાં લોકો ટેક્નિકલ સાઉન્ડ કે અપગ્રેડ થતા નથી. ત્યાં આવી હાલત તો જોવા મળી શકે છે. જે રીતે પહેલા એવું બનતું કે લોકો સિલાઈ ટેલરના ઘરમાં જતા હતા. એ જ હવે રેડીમેઈડ મળી જાય છે અને હવે ઓનલાઇન પણ મળે છે. તો એ જ રીતે હેન્ડલુમની જૂની પગથી ચલાવવામાં આવતી મશીન હતી. જેમાં નાની મોટર લગાવવાથી એમનું પ્રોડક્શન સારી થઈ શકતી હતી. એ લોકો આપણી ટેક્નીક જે આપણા ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં જે ટેકનિક છે. તે જ ટેકનિક નોર્થ બાજુ જોવામાં આવતી નથી. ધીમેં ધીમે આ બધું સરકારના તાલીમ કેન્દ્રો દ્વારા સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રમાં મહિલાઓ સૌથી વધારે જોડાય છે. કારણ કે કોવિડના સમય દરમિયાન પણ મહિલાઓ કામ કરતી હતી તે તમે જોયું હશે. અત્યારે પોલીસ ઓટોમેટીક ચેમ્પિયનશિપમાં ચારૂ મીરા જો પોતાના ઘરમાં હાથથી કામ કરે છે. હું બોડોલેંડના એક ગામમાં ગઇ હતી. ત્યાં એક ગામમાં 66 ઘરો હતા. ત્યાં બધા જ લોકો કામ કરતા હતા પરંતુ મહિલાઓ સવારે ખેતી કરે અને સાંજે કાપડનું કામ કરે છે. એમને તિરંગા જેવો દુપટ્ટાનો ઓર્ડર મળ્યો પરંતુ તેઓ 180 ના કિંમતે 300 પીસના ઓડરમાં ખુશ હતા. એમને ગ્લોબલ માર્કેટ મળી જાય, તેઓ JM પોર્ટલ ઉપર પણ આવી જાય કઈ રીતે પોતાનું પ્રોડક્ટ વેચી શકાય. પ્રધાનમંત્રી કાર્યાલય પર વેચવું કે ખરીદવું પડે તો આ પોર્ટલથી કરી શકાય છે. નાના વેપારીઓ આવું જ કરી રહ્યા છે. તો આવા કોમન પોર્ટલના માધ્યમથી અમે આ માર્કેટિંગ માટે વિચાર કર્યો છે. કલાની વાત કરવામાં આવે તો એમને એમ થાય છે હું મારી કલા કોઈને શીખવીશ નહીં તો એ લોકો પોતા પોતાની વેબસાઇટ બનાવી રહ્યા છે. જે વેપારની અંદર નવી જનરેશન આવી એમાં નવું માર્કેટિંગ વ્યૂહરચના માટે વિચાર કરવામાં આવ્યો છે. જે રીતે લોકોનું કોન્ટેક્ટ કરવામાં આવ્યું છે. ગ્લોબલી બતાવવામાં આવ્યું શુ જોઈએ. આસામમાં એક્ઝિબિશનમાં એક વ્યક્તિ હતો, એણે જે સ્ટોલ વેચ્યો હતો. તે તેણે એક કરોડમાં વેચ્યો હતો તથા ચાર મહિલાઓની ટ્રેનિંગ આપી 22 હજારથી વધુના સ્ટોલ લંડનમાં વેચ્યા હતા. ત્યારે મેં તેને કહ્યું કે તારે એક કરોડ નહીં પરંતુ સો કરોડનો બિઝનેસ કરવો પડશે. અરે 4 મહિલાઓની 400 મહિલાઓને ટ્રેનિંગ આપવી પડશે. તો એમાં સરકાર પોતાની જવાબદારી ધીરે ધીરે નિભાવી રહી છે. NIFT ના માધ્યમથી ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યા છે. કોર્સ પણ વધારે ચાલી રહ્યા છે. યુનિવર્સિટીઓમાં પણ શીખવવાની કોશિશ કરી રહ્યા છે. ટેક્સટાઈલથી જોડાયેલા લોકો હોય એ લોકો કઈ રીતે કામ કરે છે. જમ્મુ- કાશ્મીર ગયા તો ત્યાં કોલબેઝ હોય છે. તેઓ ફાઇલન ફેબ્રિક બનાવતા નથી. કુકુન બને છે, મલબ્રિક સિલ્ક બનાવવામાં આવે છે પરંતુ પછી સિલ્કથી કેટલું મોટું અન્ય ક્ષેત્રમાં જવું જોઈએ. ડિઝાઈનર ડ્રેસ બનાવે છે. આ બધું કરી શકતા નથી. કટર્સ, કાર્પેન્ટર, કુસન્સ બનાવવામાં આવે છે તથા અન્ય પ્રોડક્ટ્સ બનાવવામાં આવ્યું છે તો એમનું રિફ્લેક્શન ત્યાંના સ્ટેટ ગવર્મેન્ટ મંત્રાલયોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવી જ રીતે કરીને માર્કેટિંગમાં વધારો થાય અને તેમની માટે સરકાર ખૂબ જ પ્રયત્નો કરી રહી છે. તમે જોયું હશે કે વડાપ્રધાન પોતે પક્ષમીનાશાલ પહેરે છે. જે રીતે પાટણના પટોળાએ આપણે ગુજરાતીઓએ પોતાની ઓળખ બનાવી લીધી છે. તે કોટનમાં પણ બનવા લાગ્યું છે. બીજી ટ્રેનિંગ, છાપવામાં, મટીરીયલ પણ બનાવવા લાગ્યા તો એ બધુ બધી જગ્યા ઉપર કરવું પડશે. કાશ્મીરમાં જોયું તો એમની પાસે રોમટિરિયલ છે જ નથી. જો વધારે રો મટીરીયલ હશે તો એની કારીગરી બીજા ઉપર પણ કરી શકશે. એમનું ફર્નિચર પણ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. કારપેટનું પણ ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે એમ લોકોએ જોયું તો ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે.

સવાલ: ટેક્નિકલ ટેક્સટાઈલમાં જે રીતે ભારત દેશ આગળ વધી રહ્યો છે અને ટેક્નિકલ ટેક્સટાઈલને કારણે જે આપણે બહારથી કાપડ મંગાવતા હતા એ કાપડ હવે આપણા દેશમાં જ બની રહ્યું છે. આત્મનિર્ભર પ્રોજેક્ટ હેઠળ, શું આગળના દિવસોમાં ટેક્નિકલ ટેક્સટાઈલના કારણે બનાવવામાં આવેલી કાપડનું એક્સપોર્ટ બીજા દેશોમાં કરવાની તૈયારીઓ ખરી ?

જવાબ: મેં પહેલાં પણ કહ્યું જે રીતે PPE કીટમાં આપણે વર્લ્ડમાં બીજા નંબરે છીએ. ટેક્નિકલ ટેક્સટાઈલમાં હાર્મીના કપડાં પણ બનાવવામાં આવી રહ્યા છે. ફિનિશિંગના પણ બને છે. તમે જોયું હશે કે સુરતની આસપાસ આવી છે.

Last Updated : Nov 20, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details