ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના સાંસદ દર્શના જરદોશની મોદી કેબિનેટ 2.0માં પસંદગી, ટેક્સટાઈલ અને રેલવે વિભાગનો હવાલો સોંપાયો - મોદી કેબિનેટમાં સ્થાન મોદી કેબિનેટના સમાચાર

નરેન્દ્ર મોદી કેબિનેટ ( PM Narendra Modi Cabinet ) આજે બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં, સુરતના સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Zardosh )ને આ પ્રધાનમંડળમાં( Modi Cabinet ) સ્થાન આપવામાં આવ્યું છે. ઈન્દિરા ગાંધી પછી સૌથી વધુ લીડ મેળવનાર મહિલા સાંસદ દર્શના જરદોશને મોદી કેબિનેટમાં શામેલ કરવામાં આવ્યા છે.

Darshana Jardosh got place in modi cabinet
દક્ષિણ ગુજરાતના મહિલા સાંસદ દર્શના જરદોશને મોદી મંડળમાં સ્થાન

By

Published : Jul 7, 2021, 7:14 PM IST

Updated : Jul 7, 2021, 11:04 PM IST

  • સાંસદ દર્શના જરદોશને કેન્દ્રીય પ્રધાનમંડળમાં મળ્યું સ્થાન
  • ઇન્દિરા ગાંધી બાદ સૌથી વધુ લીડથી જીત મેળવવનાર મહિલા દર્શના જરદોશ
  • દર્શના જરદોશ દક્ષિણ ગુજરાતની પ્રથમ મહિલા સાંસદ

સુરત :દક્ષિણ ગુજરાત અને સુરત માટે સારા સમાચાર સામે આવ્યા છે, અટલ બિહારી વાજપેયી સરકારમાં કાશીરામ રાણા બાદ મોદી સરકાર ( Modi Cabinet )માં સુરતના સાંસદને પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું છે. કાશીરામ રાણા ટેક્સટાઇલ પ્રધાન અને ગ્રામીણ વિકાસ પ્રધાન રહી ચૂક્યા છે. 17 વર્ષ બાદ સુરતથી કોઈ સાંસદને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હોય તો એ દર્શના જરદોશ છે. દક્ષિણ ગુજરાતમાંથી પ્રથમ મહિલા સાંસદને કેબિનેટમાં સ્થાન આપવામાં છે.

દક્ષિણ ગુજરાતના મહિલા સાંસદ દર્શના જરદોશને મોદી મંડળમાં સ્થાન

ઇન્દિરા ગાંધી બાદ સૌથી વધુ મત મેળવનાર સાંસદ

દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પછી કોઈ મહિલા સાંસદે સૌથી વધુ જીત મેળવી હોય તો તે સુરતના સાંસદ દર્શના જરદોશ ( MP Darshana Zardosh ) છે. આજે બુધવારે મોદી સરકારે ( PM Narendra Modi Cabinet )તેમને પ્રધાનમંડળમાં સ્થાન આપ્યું છે. તેઓને ........ પ્રધાન બનાવવામાં આવ્યા છે. સુરતથી તેઓ 3 ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. તેઓ દક્ષિણ ગુજરાતની પ્રથમ મહિલા સાંસદ છે. પાટીદાર આંદોલન વખતે તેઓએ ભારે વિરોધ વચ્ચે પણ પાર્ટી માટે પ્રચાર પ્રસાર કર્યો હતો.

દક્ષિણ ગુજરાતના મહિલા સાંસદ દર્શના જરદોશને મોદી મંડળમાં સ્થાન

દર્શના જરદોશે લોકસભા 2009 ચૂંટણીમાં 75.79 ટકા મત મેળવ્યા

દર્શના જરદોશે લોકસભા 2009 ચૂંટણી દરમિયાન સુરત બેઠક પરથી ફરી ચૂંટાયા હતા. આ સમયે તેમણે ઐતિહાસિક જીત મેળવી હતી. પોતાના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી કરતાં 5,33,190 મતથી જીત મેળવી હતી, જે ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી બીજા સ્થાને સૌથી વધુ લીડ મેળવી હતી. 2014ની ચૂંટણી દરમિયાન દેશમાં 4થા ક્રમની સૌથી વધુ લીડ તેમણે મેળવી હતી. તેમણે 75.79 ટકા મત સાથે જીત મેળવી હતી, જે ચૂંટણી 2014 માટેનો એક વિક્રમ છે.

2019 વર્ષમાં 74.41 ટકાની લીડ મેળવી

વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં દર્શના જરદોશ 5,48,130થી વધુ મત મેળવી ચૂક્યા છે. આમ, તેમણે 74.41 ટકાની લીડ મેળવી હતી. સુરત મહિલા નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર રહી ચૂકેલા દર્શના જરદોશે 1988થી રાજકારણની શરૂઆત કરી હતી. સુરતના વોર્ડ નંબર 8ની કમિટીના ઉપપ્રમુખ તરીકે શરૂઆત કરનાર દર્શના જરદોશ પ્રદેશ મહિલા મોરચામાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. સુરતના ટેક્સટાઇલ અને હીરા ઉધોગના પ્રશ્નોને પણ તેઓએ સંસદમાં ઉઠાવ્યા હતા.

દક્ષિણ ગુજરાતના મહિલા સાંસદ દર્શના જરદોશને મોદી મંડળમાં સ્થાન

સુરત એરપોર્ટ પર ધરણા કરનારા તેઓ પ્રથમ મહિલા સાંસદ

વર્ષ 2009માં, તેમણે ભારત સરકાર પાસે સુરત ખાતે એક સુયોજિત આંતરરાષ્ટ્રીય હવાઇમથકની માગણી કરી હતી. આ માટે સુરત એરપોર્ટ પર ધરણા કરનારા તેઓ પ્રથમ મહિલા સાંસદ હતા. વર્ષ 2012માં તેમણે કોંગ્રેસ સાંસદ તુષાર ચૌધરી દ્વારા સુરતની વિમાન સેવાઓ પોતે શરૂ કરાવ્યાની વાત કરવા બદલ ટીકા કરી હતી. જેના માટે તેમણે અને નવસારીના સાંસદ સી.આર પાટીલ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી. દર્શના જરદોશને નાનપણથી જ ફોટોગ્રાફીમાં રસ છે. આ ઉપરાંત, સંગીતમાં વિશારદ થઈ ચૂકેલા દર્શના જરદોશ ભરતનાટ્યમમાં પણ રુચિ રાખે છે.

Last Updated : Jul 7, 2021, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details