સુરત: સુરતમાં રહેતી અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરતી મહિલાનો સોશિયલ મીડિયા પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. પરંતુ નંબર અજાણ્યો હોઇ મહિલાએ કોઈ રીપ્લાય આપ્યો ન હતો. ત્યારબાદ તે નંબરથી વિડીયો કોલ આવ્યો હતો જેથી મહિલાએ વિડીયો કોલ રીસીવ કર્યો હતો. વિડીયો કોલ રીસીવ કરતા જ યુવકે બીભત્સ ચેનચાળા (social media misuse cases in Surat) કર્યા હતાં. જેથી મહિલાએ આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે (Cyber Crime in Surat) ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે અડાજણ ખાતે રહેતા અક્ષય ભરત પઢારીયા નામના યુવકની ધરપકડ (Success of Surat Cyber Police) કરી છે.
આ પણ વાંચોઃ Crime in suart: ફેસબુકનો દુરપયોગ કરી સુરતના રત્નકલાકારને છેતરી લૂંટ્યો
મહિલા પ્રોફેસરે તેને રિપ્લાય આપ્યો ન હતો
સાયબર ક્રાઇમે (Cyber Crime in Surat) ટેક્સીડ્રાઇવર અક્ષય ભરત પઢારીયાની ધરપકડ (Success of Surat Cyber Police) કરી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી અક્ષય પઢારીયાની માતા ટિફિન સર્વિસ ચલાવતી હતી. આ દરમિયાનમાં ભીમરાડમાં રહેતી મહિલા પ્રોફેસરે એકવાર ટિફીન મંગાવ્યું તે વખતે આરોપીએ તેનો મોબાઇલ નંબર સેવ કરી લીધો હતો. બાદમાં સોશિયલ મીડિયા પર રાખેલા પ્રોફાઇલમાં મહિલાનો ફોટો જોઈને ટેક્સીડ્રાઇવરે 20મી ડિસેમ્બરે પહેલા સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હતો. જો કે મહિલા પ્રોફેસરે તેને રિપ્લાય આપ્યો ન હતો. આથી તેણે સોશિયલ મીડિયા પર વિડીયો કોલ કર્યો હતો. વિડીયો કોલમાં ટેક્સી ડ્રાઇવરે પ્રાઇવેટ પાર્ટ બતાવી મહિલા પ્રોફેસરને હેરાન કરતો હતો. એટલું જ નહી તે મહિલાને બિભત્સ ફોટોગ્રાફ પણ (social media misuse cases in Surat) બતાવતો હતો. આથી કંટાળીને મહિલા પ્રોફેસરે પોલીસમાં ફરિયાદ કરવી પડી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે આરોપી અપરિણીત છે અને હાલમાં ટેક્સી ડ્રાઇવરની નોકરી કરે છે.
આ પણ વાંચોઃ Cyber Crime in Ahmedabad : સાયબર ક્રાઇમે ભેજાબાજ આરોપીની ધરપકડ કરી, ક્રિકેટ સહિતની મેચ એડવાન્સ બતાવતો