ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં યુવાનની જાહેરમાં હત્યા - સુરત પોલીસ

સુરતના વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનની જાહેરમાં ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. ભાઈની હત્યાના કેસમાં સંડોવાયેલા માથાભારે શખ્સો જાહેરમાં હુમલો કરી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત હાર્દિકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

Surat
સુરતના પાંડેસરામાં યુવાનની જાહેરમાં કરપીણ હત્યા

By

Published : Jan 23, 2021, 10:57 AM IST

  • માથાભારે શખ્સો છરીના ચારથી પાંચ ઘા મારી નાસી ગયા
  • ઇજાગ્રસ્ત હાર્દિકનું સારવાર દરમિયાન મોત
  • હાર્દિકની હત્યા પાછળનું કારણ હાલ ભેદી

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનની જાહેરમાં ચપ્પુના ચારથી પાંચ ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક હાર્દિક ગોંડ મહારાષ્ટ્રનો રહેવાસી હતો તેમજ સુરતમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો.

માથાભારે શખ્સોએ છરી વડે હુમલો કર્યો

ગુરુવારે મોડી રાત્રે સુરતના પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં રહેતા હાર્દિક ગોંડ ઉપર ભાઈની હત્યાના કેસમાં સંડોવાયેલા માથાભારે શખ્સો જાહેરમાં ચારથી પાંચ ઘા મારી હુમલો કરી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત હાર્દિકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

મહિનાઓ પહેલા હાર્દિકના ભાઈ મનોજને પણ જાહેરમાં માર્યો હતો

મૃતકના ભાઇ મનોજના જણાવ્યા મુજબ હાર્દિક કરીયાણાની દુકાનની બાજુમાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. હાર્દિકની હત્યા પાછળનું કારણ અત્યારે જાણી શકાયું નથી. પરંતુ તેની હત્યા કેસમાં સંડોવાયેલા માથાભારે શખ્સોએ કેટલાક મહિનાઓ પહેલા હાર્દિકના ભાઈ મનોજને પણ જાહેરમાં માર્યો હતો. એટલું જ નહીં ઘરમાં તલવાર લઈને ઘૂસી આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details