ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં અડધાથી વધુ વેક્સિનેશન સેન્ટર બંધ, વેક્સિનની અછતને કારણે લોકો પરેશાન - કોરોનાની ત્રીજી લહેર

સંભવિત કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona )ને લઈને લોકો વેક્સિન લેવા માટે દોડ લગાવી રહ્યા છે, ત્યારે સુરતમાં ઘણા સમયથી વેક્સિનની અછતના કારણે લોકોની લાંબી કતારો જોવા મળી રહી હતી. આ સાથે, શરૂઆતી તબક્કામાં શરૂ કરવામાં આવેલા 234 વેક્સિનેશન સેન્ટર્સમાંથી માત્ર 105 જેટલા જ વેક્સિનેશન સેન્ટર્સ ( Vaccination Centers ) શરૂ છે. આથી, કોરોનાથી બચવાનો રામબાણ ઈલાજ વેક્સિન લેવા માટે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

SHORTAGE OF VACCINE IN surat
સુરતમાં વેક્સિનની અછતને કારણે લોકો પરેશાન

By

Published : Jul 10, 2021, 3:39 PM IST

  • સુરતમાં લોકો વેક્સિન માટે ખાઈ રહ્યા છે ધક્કા
  • રોજિંદા 40થી 60 હજાર વેક્સિનના ડોઝની જરૂર
  • વેક્સિન માટે લોકોમાં ઉત્સાહ છતાં વેક્સિનની અછત

સુરત :સંભવિત કોરોનાની ત્રીજી લહેર ( Third Wave of Corona )ને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આથી, મોટી સંખ્યામાં લોકો વેક્સિનેટ થવા માંગે છે. સુરતમાં ઘણા સમયથી વેક્સિનની અછતના કારણે વેક્સિનેશન સેન્ટર્સ ( Vaccination Centers ) પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી હતી, આ ઉપરાંત ત્રણ દિવસથી તમામ વેક્સિન સેન્ટર પણ બંધ હતા. 3 દિવસ બાદ જ્યારે આજે શનિવારે શહેરમાં વેક્સિન સેન્ટર શરૂ થયા છે, ત્યારે એક બાજુ મોટી લાઈન સાથે લોકોને પડી રહેલી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા.

સુરતમાં વેક્સિનની અછતને કારણે લોકો પરેશાન

આ પણ વાંચો:જામનગરમાં 2 દિવસ બાદ Corona vaccination શરૂ, વેક્સિનેશનના 20 સેન્ટર પર વહેલી સવારથી લાગી લાંબી લાઈન

લોકોને વેક્સિન લેવા માટે પડી રહી છે મુશ્કેલી

લોકો વેક્સિનેટ થવા માંગે છે, પરંતુ હાલ વેક્સિનની અછતના કારણે લોકોને હાલાકી થઈ રહી છે. એક તરફ સરકાર અને તંત્ર દ્વારા વેક્સિન માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ, જ્યારે લોકો સેન્ટર પર પહોંચે છે ત્યારે વેક્સિનના જથ્થાની ઘટને કારણે લોકોને વેક્સિન મુકાવવા માટે મુશ્કેલીનો સામનો કરવાની નોબત પડી રહી છે.

માત્ર 15000 વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યો

કોરોનાની બીજી લહેર સુરત માટે ખતરનાક સાબિત થઈ હતી, ત્યારે સંભવિત ત્રીજી લહેર હજુ બાકી છે અને કોરોના હજુ ગયો નથી, તેવામાં સરકાર દ્વારા વેક્સિનેશનના મહાઅભિયાનની વાત માત્રને માત્ર કાગળ પર જ જોવા મળી રહી હોવાના આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે. સુરતમાં દરરોજ 40થી 60 હજાર વેક્સિનના જથ્થાની જરૂર છે, તેની સામે રાજ્ય સરકાર દ્વારા પાલિકાને માત્ર 15000 વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવ્યા છે. જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત પડી રહી છે. જોકે 3 દિવસ બંદ રહેલું વેક્સિનેશનનું કાર્ય ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ વહેલી સવારે 4 વાગ્યાથી જ લોકો વેક્સિન મુકાવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા, આમ છતાં પણ 4થી 5 કલાકે વેક્સિન માટેનો વારો આવી રહ્યો છે.

આ પણ વાંચો:સુરતમાં હવે રશિયાની સ્પુતનિક વેક્સિન ઉપલબ્ધ, જાણો કેટલા રૂપિયામાં મળશે આ રસી

એક સેન્ટર પરથી આપવામાં આવે છે માત્ર 100થી 120 ડોઝ

કેટલાક લોકો વેક્સિન માટે ધક્કા ખાઈ રહ્યા છે, જેને પગલે સુરતના નાગરિકોએ સરકારની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠવ્યા છે. શરૂઆતમાં 234 જેટલા વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ વેક્સિનેશન ફરી શરૂ થયા બાદ આજે શનિવારે 105 જેટલા જ વેક્સિનેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. આથી, લોકોને હાલાકી થઈ રહી છે. આ ઉપરાંત, એક સેન્ટર પરથી માત્ર 100થી 120 ડોઝ આપવામાં આવી રહ્યા છે.

વેક્સિનના જથ્થાની ઘટને કારણે લોકો હેરાન

કોરોના સામે લડવા માટે વેક્સિન અને માસ્ક એક જ ઈલાજ છે. આવા નિવેદન સરકાર દ્વારા વારંવાર કરવામાં આવે છે. આ દરમિયાન, લોકોને વેક્સિન લેવા માટે ઉત્સાહ છે, પરંતુ સરકાર પાસે વેક્સિનના જથ્થાની ઘટને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. શું આવી રીતે વેક્સિનનું મહાઅભિયાન શરૂ થશે ? શું કોરોનાને આવી રીતે માત આપીશું ? શું કોરોના આવી રીતે સરકાર કાબુમાં લાવશે ? તેવા અનેક પ્રશ્નો લોકોમાં ઉભા થયા છે.

ABOUT THE AUTHOR

...view details