ગુજરાત

gujarat

ETV Bharat / city

સી.આર.પાટીલ વિરુદ્ધ ગોપાલ ઇટાલીયાએ કરેલી ટીકા ટિપ્પણી મામલે 7 પોલીસ ફરિયાદ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ કરેલી ટીકા ટિપ્પણી મામલે તેમની સામે શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં સાત જેટલી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં સાત જેટલી પોલીસ ફરિયાદ
શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં સાત જેટલી પોલીસ ફરિયાદ

By

Published : May 21, 2021, 2:26 PM IST

  • પાટીલ વિરુદ્ધ ગોપાલ ઇટાલીયાએ કરી ટીકા ટિપ્પણી
  • શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં સાત જેટલી પોલીસ ફરિયાદ
  • કાર્યકરો નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે

સુરત:આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા 18મેના રોજ ચાલુ મીડિયામાં તમારા વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની સ્થિતિ શું છે? વિસ્તારના નામ સાથે જણાવો. એવી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ બાદ ઉમેશ મારડિયા હિન્દુ પ્રજાપતિ નામના યૂઝરે ગોપાલભાઈ જો મેળ પડશે એક બ્લેન્ડરનો હાફ મળી જાય તેવું કરો. નવસારી જલાલપુરમાં સોડા પાણીની સગવડ છે, અને હા, બે મિત્ર પણ છે સાથે બેસવા વાળાને બ્લેન્ડરના હોય તો IB પણ ચાલશે. જેના જવાબમાં ગોપાલ ઇટાલીયાએ, નવસારી સાંસદનો સંપર્ક કરો મેળ પડી જશે, તેવી કોમેન્ટ કરતા ભારે વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર પ્રદેશ પ્રમુખ વિષે અયોગ્ય શબ્દનો ઉપયોગ કરતાં ભાજપના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો. ગોપાલ ઇટાલીયાની આ વિવાદાસ્પદ પોસ્ટને પગલે સાઇબર ક્રાઇમ ગોપાલ ઇટાલીયા શહેરના 7 પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પાટીલ વિરુદ્ધ ગોપાલ ઇટાલીયાએ કરી ટીકા ટિપ્પણી

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીનું 50 દિવસમાં 50 લાખ સભ્યો બનાવવાનું લક્ષ્ય

કાર્યકરો નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે

પિયુષ કોરિયા દ્વારા અડાજન, કલ્પેશ દેવાણી અમરોલી, કેતન કળથિયાએ કતારગામ, વિપુલ સોરઠીયાએ કાપોદ્રા, દિનેશ દેસાઇએ સરથાણા, દિનેશ ગોહિલે પુના તથા કામરેજમાં યોગેશ પટેલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા સોશિયલ મીડિયા મારફતે તેમના પ્રમુખ ગોપાલ ઇટાલીયા પાસે બ્લેન્ડર દારૂની માંગણી કરવામાં આવી છે. જ્યારે બ્લેન્ડર એ નસીલુ પીણું છે. માટે કહી શકાય કે, આમ આદમી પાર્ટી અને તેમના કાર્યકરો નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details