સુરતઃ ક્રાઈમબ્રાન્ચે પુના ગામ પાસે બાતમીના (Accused arrested from Poona village) આધારે તપાસ કરી હતી. તે દરમિયાન ક્રાઈમબ્રાન્ચે હથિયારો સાથે ઘરફોડ અને લૂંટ કરતા 2 આરોપીની ધરપકડ કરી (Arrest of robbery accused in Surat) હતી. આ બંને આરોપી મધ્યપ્રદેશની જાંબુઆ ગેંગના આરોપી (Surat crime branch arrested Jambua gang) છે. આરોપીઓ ઈચ્છાપૂર ગામમાં 28 ડિસેમ્બરે એક ઘરમાંથી આખો કબાટ ચોરી કરી તેનો સામાન ઉંચકી ફરાર થઈ ગયા હતા.
સુરત ક્રાઈમબ્રાન્ચે જાંબુઆ ગેંગનો કર્યો પર્દાફાશ આ પણ વાંચો-Online Cheating in Rajkot: ડિજિટલ કરન્સીમાં રોકાણના બહાને છેતરપિંડી કરતા 2 આરોપીની ધરપકડ, 2 ફરાર
બંને આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના છે
સુરતમાં આ બંને આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ ખુશાલ રસન કીહોરી કાપોદ્રા લક્ષ્મણ નગર પાસે આવેલ ખૂલ્લા મેદાનમાં તથા મૂળ મધ્ય પ્રદેશમાં (Both the accused are originally from Madhya Pradesh) આવેલા જિલ્લા જાંબુઆના તાલુકો થાલંડમાં રહે છે. જ્યારે બીજો આરોપી શેતાન નાથુ સિંગાણિયા, જે છૂટક કામ કરે છે અને તે મધ્યપ્રદેશમાં આવેલા જિલ્લા જાંબુઆના તાલુકો (Surat crime branch arrested Jambua gang) દેવકાનો છે. આ બન્ને આરોપીઓ સુરત મોટી લૂંટને અંજામ આપવા આવ્યા હતા અને આ બંને આરોપીઓએ પાસેથી રાજ્યના દાહોદ, ગોદરા, નવસારી અને સુરતમાં કુલ મળી 19 જેટલા ગુનાઓ ઉકેલાયા છે.
પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો આરોપીઓ વર્ષ 2012માં કામરેજમાં થયેલા લૂંટને અંજામ આપી ચૂક્યા છે
જાંબુઆ ગેંગના ઘણા સમયથી આજ કામ કરી (Surat crime branch arrested Jambua gang) રહી છે. આ ગેંગ પોતાના માણસો અહીં મોકલી ચોરી-લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપે છે. ક્રાઈમ બ્રાન્ચના PSI રાઠોડ અને વાડાએ પાક્કી બાતમી મળી હતી કે, આ બંને આરોપીઓ સુરતમાં આવ્યા છે અને આ બંને આરોપી પોતાને બીજા સાથી મિત્રો સાથે સુરત શહેરમાં કોઈ જગ્યા ઉપર ચોરી લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપવા જઈ રહ્યા છે. તથા આ બંને આરોપી શહેરના પૂણા ગામ વિસ્તારમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરત ક્રાઈમબ્રાન્ચે આરોપીઓની કરી ધરપકડ આ પણ વાંચો-Crime In DevBhumi Dwarka: દ્વારકા જિલ્લાનુ હર્ષદ બંદર બન્યું ક્રાઇમ સ્થળ
આ પહેલા પણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
આ બંને આરોપીઓ પાસેથી 2 ફોન, 2 સોનાની ચેન તથા CBZ બાઈક કબજે કરવામાં આવી છે. એવું પણ જાણવા મળ્યું કે, આ બાઈક ઈચ્છાપુર ગામમાંથી જ ચોરી કરવામાં આવી હતી અને બાકીની જે બે ચેન છે. તે ઈચ્છાપુરના વાસવાગામના એક ઘરમાંથી ચોરી કરી હતી. આ બંને આરોપીઓ સુરત તથા આજુબાજુ વિસ્તારોમાં ઘણા બધા લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે અને આ પેહલા તેમની ધરપકડ થઈ ચૂકી છે. તો આરોપી શેતાન નાથુ સિંગાણિયાને વર્ષ 2012માં કામરેજ વિસ્તારમાં થયેલી લૂંટને પણ અંજામ આપી ચૂક્યો છે અને એમાં આ વોન્ટેડ હતો. આ લોકો સુરતમાં ફરીથી આવી ઘટનાઓને અંજામ આપવા આવ્યા હતા. હાલ તો તેની પાસેથી કુલ 4 જેટલા ગુના ઉકેલવામાં આવ્યા છે, જેમાં ઈચ્છાપૂર કામરેજ બાકીના સ્થળોનું છે.