ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં સ્પામાં દેહ વેપાર કરાવતા કર્મચારી અને મેનેજરની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી - Surat Spa

સુરતના વેસુ એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં મસાજની આડમાં દેહવેપાર કરાવી રહેલા એક સ્પા પર ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી એક કર્મચારી અને મેનેજરને પકડી પાડ્યા છે. જ્યારે સ્પાનો સંચાલક નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

સુરતમાં સ્પામાં દેહ વેપાર કરાવતા કર્મચારી અને મેનેજરની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી
સુરતમાં સ્પામાં દેહ વેપાર કરાવતા કર્મચારી અને મેનેજરની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી

By

Published : Jan 9, 2021, 3:45 PM IST

  • સુરતમાં મસાજની આડમાં દેહ વેપાર કરાવતા શખસોને ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યા
  • ક્રાઈમ બ્રાન્ચની ટીમે બિઝનેસ હબમાં દરોડા પાડી એક કર્મચારી અને મેનેજરે પકડ્યા
  • સ્પામાં કામ કરતી તમામ મહિલાઓ થાઈલેન્ડની હતી

સુરતઃ સુરતમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું છે. સરથાણા બાદ વેસુ વિસ્તારમાંથી બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વેસુ વીઆઈપી રોડ પર સર્જન પેલેસ પાસે આવેલા એમ્બ્રોસિયા બિઝનેસ હબમાં આવેલા કિમ્સ સ્પામાં મસાજની આડમાં દેહવેપાર કરાવવામાં આવી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ગ્રાહક બનાવીને એક શખસને સ્પામાં મોકલ્યો હતો. અહીં પહેલા તેની સાથે મસાજની વાત કરીને બાદમાં વિદેશી મહિલા બતાવી અભદ્ર માગની ઓફર કરી હતી. તે દરમિયાન પોલીસે દરોડા પાડી મેનેજર દેવેન્દ્ર મુરલીધર દવે અને કર્મચારી કૈલાસ બદ્રી યાદવને પકડી પાડ્યા હતા. સ્પામાંથી વિદેશી બે મહિલા મળી આવતા પોલીસે તેની અટક કરી હતી. જ્યારે સ્પાના સંચાલક સુનિલ દીપક ખેરનાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.


ફેબ્રુઆરી 2020થી વિઝા મેળવી સુરતમાં આવી હતી

વધુમાં પકડાયેલા મેનેજર અને કર્મચારી છેલ્લા બે મહિનાથી જ નોકરી પર લાગ્યા હતા. જ્યારે પકડાયેલી મહિલાઓ થાઈલેન્ડની વતની છે. તેઓ ફેબ્રુઆરી 2020થી વિઝા મેળવી સુરતમાં આવી હતી. આ મહિલાઓ હાલ સુધીમાં અલગ અલગ સ્પામાં નોકરી કરતી હતી. બનાવ અંગે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે. વિઝા અંગે તેમજ કસ્ટમર દીઠ કેટલા રૂપિયા લેવાતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details