- ભાવિલ પટેલ સી.આર.પાટીલનો બેનર લઇ વિરોધ નોંધાવ્યો
- સી.આર.પાટીલ માસ્ક વગર અનેક રેલીઓ કરે છે
- નેતાઓને નહિ પરંતુ સામાન્ય જનતાને જ કેમ દંડ કરવામાં આવે
સુરત : વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોક પાસે ભાવિન પટેલ નામના એક જાગૃત વ્યક્તિ દ્વારા સી.આર.પાટીલના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરમાં લખવામાં આવ્યું હતું કે, મોટાભાઈને માટે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કનો કોઈ નિયમ લાગુ પડતો નથી જયારે, સામાન્ય નાગરિકો માટે માસ્ક ન હોય તો પૂરા 1 હજાર રૂપિયાનો દંડ આપવો પડે છે. વિરોધ નોંધાવનાર ભાવિન પટેલે જણાવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ તેઓ મોતીવાલા પરફ્યુમની ગલીઓ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ત્યાં ધૂળ હોવાથી તેમણે માસ્ક નીચે પહેર્યું હતું. જેથી પોલીસ વાળાઓએ તેમને ઘેરીને દંડ વસુલ્યો હતો. તેમને અનેક આજીજી કરી હતી. પરંતુ મારી આજીજી કોઈએ માન્ય રાખી ન હતી. આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે, ત્યાં હાજર પોલીસ કર્મીઓએ અન્ય લોકોને ફોન પર વાત કરાવતા જવા દીધા હતા. જ્યારે સામાન્ય વ્યક્તિઓ પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.
કાયદા બધા માટે સરખા હોવા જોઈએ