- સુરત ખાતે સી.આર.પાટીલે AIMIMના લીડર અકબરુદ્દીન ઉપર નિશાનો સાધ્યો
- ઓવેસીની AIMIM પાર્ટીએ પણ ગુજરાત રાજકારણમાં ઝંપલાવ્યું છે
- AIMIM ના લીડર અકબરુદ્દીન ઓવેસીએ વર્ષ 2013માં એક વિવાદિત નિવેદનને લઈ આપી ચીમકી
સુરત : વિધાનસભાની ચૂંટણીને ભલે હવે એક વર્ષ બાકી રહ્યું હોય , પરંતુ ગુજરાતમાં રાજકારણ અત્યારથી ગરમાયું છે. ભાજપ માટે આ વખતે કોંગ્રેસ નહીં પરંતુ આપ મુશ્કેલીઓનું કારણ છે. બીજી બાજુ ઓવેસીની AIMIM પાર્ટીએ પણ ગુજરાત રાજકારણમાં ઝંપલાવ્યું છે. તેની સીધી અસર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવેદનમાં જોવા મળી છે. સુરત ખાતે તેઓએ AIMIMના લીડર અકબરુદ્દીન ઉપર નિશાનો સાધ્યો હતો અને તેમના જૂના નિવેદનને યાદ અપાવીને ભાજપને ખોટી ધમકી ન આવવાની સલાહ આપી હતી.
2013ની નિવેદનને લઈને વિવાદ
AIMIM ના લીડર અકબરુદ્દીન ઓવેસીએ વર્ષ 2013માં એક વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, અમે 25 કરોડ છે અને તમે સો કરોડ છો. 15 મિનિટ માટે પોલીસ હટાવી દો જોઈ લઈશું કોની અંદર કેટલો દમ છે. આ નિવેદનને વર્ષો થઈ ગયા છે પરંતુ તેની અસર આજે પણ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે હૈદરાબાદમાં આપેલા આ નિવેદનને સુરતથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે યાદ કરીને ઓવેસી બંધુઓને ખોટી ધમકી ન આપવા કહ્યુ છે. સી.આર.પાટીલે સુરતના ભાજપ કાર્યાલય ખાતેથી હૈદરાબાદના ઓવેસીને ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ સભામાં કહ્યું હતું કે, હૈદરાબાદમાં કહેતા હતા ને 15 મિનિટ પોલીસ કો હટા દો.. અરે 15 મિનિટ પોલીસને હટાવી દઈએ તો તમારૂ શું થશે?!! એને કહો વિચાર કરે આવી ગિદળ ધમકીઓ ભાજપને ન આપે.
આ પણ વાંચો : સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમની પત્ની સાથે મતદાન કર્યુ