ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં 'મારુ પેજ કોરોના મુક્ત' મુહિમ હાથ ધરવામાં આવશે - બૂથ લેવલે કામગીરી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો કોરોનાને લઈને ગુજરાતના ભાજપના હોદેદારો અને કાર્યકર્તા સાથે વેબીનાર યોજી ગુજરાત ભરમાં પેજ બૂથ લેવલે કામગીરી કરવા હાંકલ કરાઈ હતી. મારું પેજ કોરોના મુક્ત મુહિમ સાથે નવા આઇસોલેશન સેન્ટર, રક્તદાન, પ્લાઝમા સહાય, વેક્સિનેશન જાગૃતિ સહિત લોકોને ભોજન વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી હતી.

સુરતમાં 'મારુ પેજ કોરોના મુક્ત' મુહિમ હાથ ધરવામાં આવશે
સુરતમાં 'મારુ પેજ કોરોના મુક્ત' મુહિમ હાથ ધરવામાં આવશે

By

Published : Apr 19, 2021, 11:14 AM IST

Updated : Apr 19, 2021, 2:22 PM IST

  • સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપાની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ
  • સંસદ સભ્યો ધારાસભ્યોએ 100 બેડ ના કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવા અપીલ
  • સરકાર તેમજ પ્રજાને મદદરૂપ થવા ભાજપ કાર્યકરોને અપીલ

સુરત: ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નો કોરોનાને લઈને ગુજરાતના ભાજપના હોદેદારો અને કાર્યકર્તા સાથે વેબીનાર યોજી ગુજરાત ભરમાં પેજ બૂથ લેવલે કામગીરી કરવા હાંકલ કરાઈ હતી. મારું પેજ કોરોના મુક્ત મુહિમ સાથે નવા આઇસોલેશન સેન્ટર, રક્તદાન, પ્લાઝમા સહાય, વેક્સિનેશન જાગૃતિ સહિત લોકોને ભોજન વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી હતી.

સુરતમાં 'મારુ પેજ કોરોના મુક્ત' મુહિમ હાથ ધરવામાં આવશે

આ પણ વાંચો:'મારુ પેજ કોરોના મુક્ત' અભિયાનની શરૂઆત કરતા સી.આર.પાટીલ

મારું પેજ કોરોના મુક્ત મુહિમ હાથ ધરાશે

સુરત જ નહીં આખા ગુજરાતમાં કોરોનાનો કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે, ભાજપની સરકાર કોઇ રીતે પહોંચી વળતી અસમર્થ થઈ છે. આથી, અનેક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સત્તાધારી પાર્ટી વિરુદ્ધ રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ દ્વારા ગુજરાત ભાજપને જોડીને કોરોના સામેની લડતમાં લોકોની પડખે ઊભા રહેવા એક વ્યવસ્થાતંત્ર ઊભું કરી રહ્યા છે. તેઓએ સમગ્ર ગુજરાત પ્રદેશ ભાજપની એક મિટિંગ કરી હતી જેમાં, તેઓએ તમામ સાંસદો, ધારાસભ્યોને કોરોના કેર સેન્ટર કે આઇસોલેશન સેન્ટરો ઉભા કરવા કર્યું હતું. આ સાથે, બ્લડ કેમ્પ, પ્લાઝમાં કેમ્પ કરવાનો આગ્રહ પણ કર્યો હતો.

કોરોનાકાળમાં લોકો ને મદદરૂપ થવા પાટીલની હાંકલ

ચૂંટણીમાં બનાવેલા પેજ કમિટી અને બૂથ કમિટીને પણ આગળ આવીને સામાન્ય લોકોને મદદ કરવા તાકીદ કરી હતી. તેઓએ 'મારું પેજ કોરોના મુક્ત' અભિયાન ચલાવવા માટે હાંકલ કરી હતી. આ સાથે તેઓએ કહ્યું હતું કે, પ્રદેશ કક્ષાએથી એક કોરોના હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, પાટીલે કહ્યું હતું કે દરેક પેજ પ્રમુખ આગળ આવે અને કમિટી સાથે પોતાના મતદારયાદી પેજમાં આવતા લોકો પૈકી કોરોના દર્દી માટે મદદરૂપ થાય. કોરોનાના દર્દીને તમામ પ્રકારની મદદ મળી રહે એ માટે કમિટી સ્તરે ન પહોંચી વળાય તો શહેર કે જિલ્લા પ્રમુખ કે કાર્યાલયનો સંપર્ક કરવો અને જરૂર પડે તો પ્રદેશ કાર્યાલયનો સંપર્ક કરીને પણ દર્દીને મદદ અચૂક મળી રહે એવી ગોઠવણ કરવા તાકીદ કરી હતી.

આ પણ વાંચો:પેજ કમિટીની રચનાથી ભાજપને ચૂંટણીમાં ફાયદો થયો છે: સી. આર. પાટીલ

ધારાસભ્ય હર્ષ સંઘવી અને જયેશ રાદડિયાની કામગીરીને વખાણી

સી.આર.પાટીલે વધુમાં મિટિંગમાં કહ્યું હતું કે, દરેક સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, હેલ્થ સેન્ટરો પર સગવડોનો અભાવ જોવા મળે છે અથવા કોરોના સમયે જરૂરિયાત સંતોષાતી નથી. આવા દરેક સ્થળે હેલ્થ સેન્ટર ઉભા કરવા અને ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિતના પેરામેડિકલ સ્ટાફ, 108 ઇમરજન્સી સેવાઓ, ડ્રાઇવરો અને સ્ટાફ વગેરે માટે પણ ભોજન વ્યવસ્થા સહિતની મદદ કરવા અને સરકારી હોસ્પિટલ હેલ્થ સેન્ટરોને શક્ય એટલી અન્ય તમામ મદદ કરવાની અપીલ કરી હતી. આ સાથે, તેઓએ સુરત મુજરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને જયેશ રાદડિયાની કામગીરીને પણ બિરદાવી હતી.

Last Updated : Apr 19, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details