- રાજ્યની 6 મહાનગરપાલિકાઓનાં 144 વૉર્ડમાં વર્ચ્યુઅલ સભા સંબોધી
- 120 બેઠકો પર કબ્જો જમાવવા 120 રંગબેરંગી બલૂન હવામાં તરતા મૂકીને સંકલ્પ લેવાયો
- ભાજપના શાસનમાં થયેલા વિકાસના કામોની વિશેષ ચર્ચા પર ભાર મૂક્યો
સુરત: SMC એટલે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ પ્રચાર-પ્રસાર અંતિમ ચરણમાં પહોંચ્યું છે. મહાનગરપાલિકાની તમામ બેઠકો પર કબ્જો જમાવવા અને ઉમેદવારોને જીતાડવા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા વર્ચ્યુઅલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારના શાસનમાં ગત 25 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કામો અંગે પાટીલે સભાને સંબોધી હતી. આ સાથે જ રામ મંદિર નિર્માણ સહિતના મુદ્દાઓ પર તેમણે પોતાની વર્ચ્યુઅલ સભામાં ચર્ચા કરી હતી. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો પર કબ્જો જમાવવા 120 રંગબેરંગી બલૂન હવામાં તરતા મૂકીને સંકલ્પ લેવામાં આવ્યો હતો.