- કોવિડ કીટ સાથે કોરાના વિષયક જન જાગૃતિ પુસ્તિકાઓનું પણ કરાયું વિતરણ
- કીટની ઉપયોગિતા અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે
- ગુજરાતના 1100 ગામડાઓમાં જરૂરિયાતમંદ પરિવારોને કોવિડ કીટ વિતરણ કરવામાં આવશે
સુરતઃમાંડવી તાલુકાના સઠવાવ ગામ ખાતે સામાજિક ન્યાય કેન્દ્ર દ્વારા એક વિશિષ્ટ પહેલ અંતર્ગત સુરત જિલ્લાના માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના 100 ગામોને કોરોના સામે રક્ષણ મેળવવા માટે પ્રાથમિક દવાઓ તેમજ ઓક્સિમીટર, થર્મોમીટર, ઈન્હેલર સહિતની કોવિડ રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃલોકડાઉનઃ મોડાસામાં ગરીબોની વ્હારે આવ્યા નવયુવાનો
કોરોના વિષયક જન જાગૃતિ માટેનું સાહિત્ય, પુસ્તિકાઓનું વિતરણ કરાયું
સામાજિક ન્યાય કેન્દ્ર, જનવિકાસ ટ્રસ્ટ અને નવસર્જન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કોયલાબા સંકુલ ખાતે સંયોજક રેણુકાબેનના હસ્તે ગ્રામ્યસ્તરે કાર્યરત સ્વયંસેવકોને કોવિડ કીટો તેમજ કોરોના વિષયક જન જાગૃતિ માટેનું સાહિત્ય, પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃઅમદાવાદમાં બાકરોલ ચેક પોઇન્ટ ખાતે માટે ઉભી કરાઈ 'હેલ્થ ચેક પોસ્ટ'
સ્વંયસેવકો કિટની વિશેષતાઓ વિશે લોકોને માહિતગાર કરશે
સ્વયંસેવકો આ કીટ વિશેની ઉપયોગીતા તેમજ બિમારીમાં રાખવામાં આવતી તકેદારીઓ અંગે લોકોને માહિતગાર કરશે. જરૂરિયાતમંદ પરિવારોને દવા તથા કીટ પહોંચાડી કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપવાના આ સરાહનીય પગલા થકી માંડવી, માંગરોળ તથા ઉમરપાડા તાલુકાના ગ્રામજનોનો કોરોનામુક્ત રાખવાનો મુખ્ય હેતુ છે. આ સેવાકીય પહેલ હેઠળ ગુજરાતના 1100 જેટલા ગામડાઓને લાભાન્વિત કરવામાં આવશે, એમ સંયોજક રેણુકાબેને જણાવ્યું હતું.