- બેડની અછતની સમસ્યાને દુર કરવા સરકાર દ્વારા કરાયો પ્રયાસ
- નંદુરબાર જિલ્લામાં કોવિડ એક્સપ્રેસ ટ્રેન મોકલવામાં આવી
- દર્દીઓની સારવાર ટ્રેનમાં કરવામાં આવશે
સુરત: શહેરમાં મહારાષ્ટ્રને અડીને આવેલા નંદુરબાર, ધૂળિયા અને જલગાંવના આશરે 1,500થી પણ વધુ લોકો સારવાર મેળવી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ આ ત્રણ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસ અને ત્યાં સારવાર માટે બેડની ભારે અછત છે. લોકો મજબૂરીમાં સુરત આવીને સારવાર મેળવી રહ્યા હતા અને આ વચ્ચે સુરતમાં પણ જે રીતે સતત કોરોના કેસો વધી રહ્યા હતા અહીં પણ બેડની અછત સર્જાઇ હતી ત્યારે નંદુરબારના સાંસદ દ્વારા નંદુરબારમાં કોવિડ એક્સપ્રેસ ટ્રેનની માંગણી કરવામાં આવી હતી. જેને માન્ય રાખી રેલવે મંત્રાલય દ્વારા આ સુવિધા ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
40થી વધુ દર્દીઓ રોજ સુરત આવી રહ્યા છે
નંદુરબારના હોસ્પિટલોમાં બેડ ન મળવાના કારણે કોરોના દર્દીઓ સુરત આવી રહ્યા છે. રોજે ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી 40થી વધુ દર્દીઓ રોજ સુરત આવી રહ્યા છે. નંદુરબારના કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે સુરત આવું પડશે નહીં. આ માટે રેલવે સુરત કોચ ડેપોમાં તૈયાર 20 કોચવાળા એક આઇસોલેશન ટ્રેનને નંદુરબાર સ્ટેશન પર ઊભી કરી છે. એક રેકમાં 400 બેડ સાથે ઓક્સિજનની સુવિધા આપવામાં આવી છે. દરેક કોચમાં કુલર લગાડવામાં આવ્યા છે. જેથી તાપ અને હિટના કારણે દર્દીઓ હેરાન ન થાય એટલું જ નહીં કોચની ઉપર ધુળ પણ પાથરવામાં આવી છે.
31 કોચની વિશેષ રેલવે નંદુરબાર રેલ્વે સ્ટેશન ઉપર આવી
ગુજરાત રાજ્ય અડીને આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કોરોના પોઝિટિવ પેશન્ટ વધી જતા સાંસદ ડૉ. હિના ગાવિતે રેલવે વિભાગાના અધિકારીઓ સાથે વાત કરીને નંદુરબાર જિલ્લાના કોરોના પોઝિટિવ પેશન્ટના સારવાર માટે 31 કોચની વિશેષ રેલવે નંદુરબાર રેલ્વે સ્ટેશન ઉપર આવી છે. નંદુરબાર જિલ્લા સહિત આ ટ્રેન ગુજરાત રાજ્યના તાપીના ઉચ્છલ અને નિઝર તાલુકાના પેશન્ટ માટે ઉપયોગ થશે. ટોટલ 400 પેશન્ટથી વધારે સારવાર કરવાની રેલવેની ક્ષમતા છે.
આ પણ વાંચો:રેલવે આઇસોલેશન કોચ કોઈ કામમાં આવ્યા નહીં !
ઉનાળામાં ગરમીના કારણે પ્લેટફોર્મ ત્રણ ઉપર મંડપ અને કુલરની વ્યવસ્થા
ડોક્ટર, નર્સ, આરોગ્ય કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. રેલવે વિભાગ અને નંદુરબાર આરોગ્ય વિભાગની ટીમ ખાસ ધ્યાન રાખી રહી છે. ઉનાળામાં ગરમીના કારણે પ્લેટફોર્મ ત્રણ ઉપર મંડપ અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે.
470 પેશન્ટની કોરોનામાં મોત