- 1 તારીખથી વિશ્વનું સૌથી વેક્સીનેશન શરુ
- દક્ષિણ ગુજરાત માટે કુલ 93,500 ડોઝ સપ્લાઇ
- આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ નારિયળ ફોડી વેક્સીનના જથ્થાનું સ્વાગત કર્યું
સુરત : કોરોનાની મહામારીને લઈને વર્ષ 2021માં રાહતના સામાચાર સામે આવ્યા હતા. હવે દેશમાં આગામી 1 તારીખથી વિશ્વનું સૌથી વેક્સીનેશન શરુ થનાર છે. વેક્સીનનો જથ્થો ગુજરાત બાદ આજે સુરત પહોચ્યો છે.સુરતમાં સિવિલ હોસ્પિટલના સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93,500 ડોઝ સપ્લાઇ થયો છે. તેમાંથી 30 હજાર જથ્થાનો ડોઝ સુરતને ફાળવવામાં આવ્યો છે.
- કોવિડની વેક્સિન આપવા માટેના નિર્ધારિત 22 સ્થાનો
- વરાછા-એ- સ્મીમેર હોસ્પિટલ, મગો હેલ્થ સેન્ટર, પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ
- વરાછા-બી- મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસ.બી.ડાયમંડ હોસ્પિટલ
- લિંબાયત ઝોન-ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
- ઉધના ઝોન- આરોગ્યમ હોસ્પિટલ, એપ્પલ હોસ્પિટલ
- રાંદેર ઝોન-યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, સેલ્બી હોસ્પિટલ, બીએપીએસ હોસ્પિટલ
- સેન્ટ્રલ ઝોન-મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ
- કતારગામ ઝોન-પ્રાણનાથ હોસ્પિટલ, જીવનજ્યોત હોસ્પિટલ,કિરન હોસ્પિટલ
- અઠવા ઝોન-મિશન હોસ્પિટલ, દ્વાતિ પ્રભુ જનરલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, સનસાઇન,ટ્રાઈસ્ટાર, સિવિલ
- મહાપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટે ના લાભાર્થી 33,336 હેલ્થ વર્કરો તેમજ ફ્રન્ટ લાઇનર્સને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિશિલ્ડના રસીના ડોઝની સપ્લાઈ પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે થશે.સુરતમાં વેક્સીનના જથ્થાનું પરંપરાગત રીતે વધામણા કરવામાં આવ્યા હતા. જ્યાં સુરત કલેકટર, આરોગ્ય પ્રધાન, ધારાસભ્યો, સાંસદો સહિતના અનેક મહાનુભવો હાજર રહ્યા હતા. આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ નારિયળ ફોડી વેક્સીનના જથ્થાનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો :