સુરત: શહેરમાં 20 જુલાઈના રોજ, કોર્ટે સુરતના પુણા ગામમાં(Puna village of Surat) ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ(Surat Rape Case) અને પછી પથ્થર વડે માથા પર માર માર્યા બાદ તેને ખાડામાં દાટી દેનારા આરોપી રામપ્રસાદ સિંહને સજા સંભળાવી હતી. આજે આ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આખરે નરાધમના અમલમાં પરિણમે છે. પ્રતિવાદી સામેનો સમગ્ર કેસ મુખ્ય જિલ્લા સરકારી વકીલ(Chief District Public Prosecutor) નયન સુખડવાલા દ્વારા ચલાવવામાં આવ્યો હતો. તેણે લગભગ 15 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
આ પણ વાંચો:માસૂમ બાળકી સાથે હેવાનિયત બાદ હત્યા કરનાર અપરાધીને કોર્ટ મંગળવાર આપશે ચુકાદો
સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય - આરોપીએ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાળકી ત્યાં સૂઈ રહી હતી. તેનું અપહરણ કરીને તેને થોડા દૂર લઈ જઈએ તેની ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને તેના માથા ઉપર પથ્થર મારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ બાળકીની લાશને ખાડો ખોદી તેને દાટી દેવામાં આવી હતી. તેની ઉપર ઘાસ અને પથ્થર પણ મુકવામાં આવ્યા હતા. આરોપી પોતાના જગ્યા ઉપર જઈને સૂઈ ગયો હતો. આ રીતની આ ઘટના હતી.
આરોપી: રામપ્રસાદ ઉર્ફે લાલનસિંગ મહેશસિંગ પોલીસને CCTV ફૂટેજ થયું મદદગાર - વધુમાં જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ ગંભીર છે. કારણ કે સાડા ત્રણ વર્ષની બાળકી ઉપર આ રીતનું કૃત્ય કરવું ખૂબ જ ગંભીર બાબત છે. પોલીસે આ તપાસ દરમિયાન સૌપ્રથમ વખત CCTV ફૂટેજ હાથ લાગ્યા હતા. તે ઉપરાંત આજુબાજુ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા. પોલીસે ચોક્કસ રીતે ખાતરી કરી કે, આજે આરોપી છે. જે CCTV ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. પોલીસે આરોપી રામપ્રસાદ ઉર્ફે લાલનસિંગ મહેશસિંગની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, આ ઘટનાને અનજામ તેણે જ આપ્યું હતું.
આ પણ વાંચો:દમણમાં યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા 2 હત્યારાઓને દમણ પોલીસ ઝડપી લીધા
કુલ 120 દિવસ બાદ આ મામલે ચુકાદો -જે જગ્યા ઉપર કૃત્ય કર્યું હતું અને મૃતદેહ દાટ્યો હતો તે જગ્યા ઉપર પણ લઇ ગયો હતો. ત્યાં જ પોલીસ દ્વારા પંચનામું(Panchnama by Police) કરવામાં આવ્યું હતું. તમામ મેડિકલથી લઈને પોલીસ અને માતા પિતાઓની જુબાની લેવામાં આવી ત્યારબાદ આ કેસ સુરતના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી.પી.ગોહિલ સાહેબના કોર્ટમાં ચાલી હતી. આજે કુલ 120 દિવસ બાદ આ મામલે ચુકાદો આવ્યો છે. આ ચુકાદા મુજબ IPC કલમ 302, 377 અને 363 તથા પોસ્કોના અલગ અલગ કલમો મુજબ આરોપી રામપ્રસાદ ઉર્ફે લાલનસિંગ મહેશસિંગને ફાંસીની સજા(Court Awarded Death Sentenc) સંભળાવી છે.