- સુરતની કોસંબા પોલીસે 16 લાખથી વધુની કિંમતનો દારુ ઝડપ્યો
- પોલીસને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન કરી કાર્યવાહિ
- હથોડા ગામની સીમમાં સત્યમ ટેક્સટાઇલ પાર્ક નજીકથી દારુ મળ્યો
સુરતઃજિલ્લાની કોસંબા પોલીસે (Cosamba police) હથોડા ગામની સીમમાંથી સત્યમ ટેક્સટાઇલ પાર્ક પાસેથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો છે. પોલીસે દારુ સહિત વાહનો મળી કુલ 16 લાખથી (liquor worth) વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે બાતમીના આધારે દારુનો જથ્થો ઝડપ્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હીમાંશુ રશ્મિકાંતને બાતમી મળી હતી કે, હથોડા ગામની સીમમાં સત્યમ ટેક્સટાઇલ પાર્ક અને વિશ્વા ફૂડ પ્રોડક્ટ્સની વચ્ચે આવેલા શોપિંગ સેન્ટરની પાછળની ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો છે.
આ પણ વાંચોઃઅમદાવાદ લઈ જવાતો દારૂનો જથ્થો આણંદ પોલીસે ઝડપી પાડ્યો