ગુજરાત

gujarat

ETV Bharat / city

સચિન નગરપાલિકાના કોર્પોરેટર પ્રિયંકા યાદવનો પતિ અમર યાદવ દારૂના જથ્થા સાથે ઝડપાયો - SURAT

સચિન નગરપાલિકાના કોર્પોરેટર પ્રિયંકા યાદવનો પતિ અમર યાદવ દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. સચિન પોલીસે તેની ધરપકડ કરી છે અને કુલ 37 હજારનો દારૂ અને એક મોબાઈલ ફોન મળીને કુલ 45 હજારની મત્તા કબજે કરી છે.

સચિન નગરપાલિકાના કોર્પોરેટર પ્રિયંકા યાદવના પતિ અમર યાદવ દારૂના જથ્થા સાથે ઝડપાયા
સચિન નગરપાલિકાના કોર્પોરેટર પ્રિયંકા યાદવના પતિ અમર યાદવ દારૂના જથ્થા સાથે ઝડપાયા

By

Published : Feb 19, 2021, 4:51 PM IST

Updated : Feb 19, 2021, 4:59 PM IST

  • કુલ 45 હજારની મત્તા કબજે કરી
  • મતદારોને રિઝવવા દારૂ લાવ્યા કે પછી વેચાણ અર્થે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી
  • દારૂનો જથ્થો પકડાયો છે તે કોની માટે લાવવામાં આવ્યો હતો તે એક મોટો પ્રશ્ન

સુરત : સચિન નગરપાલિકાના કોર્પોરેટર પ્રિયંકા યાદવના પતિ અમર યાદવ દારૂના જથ્થા સાથે ઝડપાયા છે. સચિન પોલીસે તેની ધરપકડ કરી છે. કુલ 37 હજારનો દારૂ અને એક મોબાઈલ ફોન મળીને કુલ 45 હજારની મત્તા કબજે કરી છે.

પોલીસે અમરજીત યાદવની ધરપકડ કરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સચિન પોલીસે સચિન નગરપાલિકાના કોર્પોરેટર પ્રિયંકા યાદવના પતિ અમર યાદવને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે. સચિન પોલીસે અનમોલનગરમાં આવેલી દુકાનમાં છુપાવેલો કુલ 37 હજારનો દારૂ અને એક મોબાઈલ ફોન મળી કુલ 45 હજારની મત્તા કબજે કરી છે. તેમજ અમરજીત યાદવની ધરપકડ કરી હતી.

સચિન નગરપાલિકાના કોર્પોરેટર પ્રિયંકા યાદવના પતિ અમર યાદવ દારૂના જથ્થા સાથે ઝડપાયા

પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો શની બોરીવાલ નામના શખ્સે આપ્યો હોવાનું જણાવ્યું

પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો શની બોરીવાલ નામના શખ્સે આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સચિન પોલીસને અમર યાદવની દુકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

દારૂ અંગે અનેક તર્ક વિતર્ક

અમર યાદવ પાસે જે દારૂનો જથ્થો પકડાયો છે તે કોની માટે લાવવામાં આવ્યો હતો તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિક કોર્પોરેટરના વૉર્ડમાં આ દારૂનો જથ્થો વેચવામાં આવવાનો હોય તેવી શંકા પ્રબળ બને છે. પત્ની હાલ ઉમેદવાર ન હોવા છતાં પતિ પાસેથી દારૂનો જથ્થો ઝડપાતા તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. કારણ કે, તેઓ મતદારોને રીઝવવા દારૂ લાવ્યા કે પછી વેચાણ અર્થે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અમર યાદવે આ દારૂનો જથ્થો કોના માટે લાવવામાં આવ્યો છે તે અંગે કોઈ નિવેદન આપ્યું નથી સ્વાભાવિક છે.

Last Updated : Feb 19, 2021, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details