- કોરોનાને કારણે સુરત સિવિલના 4 ડોક્ટર સંક્રમિત થયા
- સુરતમાં કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ કેસનો આંક 1639 પર પહોંચ્યો
- બન્ને હોસ્પિટલમાં ગંભીર હોય તેવા 1392 દર્દી વેન્ટિલેટર બાઇપેપ અને ઑક્સિજન પર
સુરત:કોરોનાએ શહેરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી, સુરત સિવિલના 4 ડોક્ટર સંક્રમિત થયા છે. આ સાથે, સ્મીમેર હોસ્પિટલના એક ડોક્ટર પણ પોઝિટિવ આવ્યા છે. વધુમાં, 3 ખાનગી હોસ્પિટલના ડોક્ટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મનપાના શિક્ષક સહિત 3 કર્મચારીઓ, 2 પોલીસ જવાનો, 49 વિદ્યાર્થીઓ, બેંકના 3 કર્મચારીઓ, ખાનગી શાળાના 6 શિક્ષકો, કલેક્ટર કચેરીના સફાઈ કામદારો, જીએસટી વિભાગનો સ્ટાફ આ સાથે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વિવિધ ધંધાદારીઓ પોઝિટિવ આવી રહ્યા છે. પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે પણ સંક્રમિત થયા છે કલેકટર કચેરીના સફાઈ કામદાર, જીએસટી વિભાગનો સ્ટાફ, હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા 18 લોકો સંક્રમિત થયા છે.
આ પણ વાંચો:સુરત કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 2,155 પોઝિટિવ કેસ નોંધાયા